Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મસીહા યંગ સોશ્યલ ગ્રુપના સંસ્થાપક પંકજકુમારનો જન્મદિન

રાજકોટ તા. ૧૨ : મસીહા યંગ સોશ્યલ ગ્રુપના સંસ્થાપક પ્રમુખ પંકજકુમાર દેવજીભાઇ ચુડાસમાનો આજે જન્મ દિવસ છે. ૪૯ માં વર્ષમાં પ્રવેશી રહેલ પંકજકુાર ગુજરાત પ્રદેશ બૌધિસત્વ આંબેડકર, બૌધ્ધ વિહાર, સમતા સૈનિક દળ, જયભીમ ઓટો રીક્ષા સંઘ, સુજાતા મહિલા એન્ડ ચાઇલ્ડ ડેઇલી સેવીંગ્ઝ ઝુંબેશ, ભારતીય બૌધ્ધ મહાસભા, દલિત સેના, જમીન અધિકાર ઝુંબેશ ક્ષેત્રે જોડાયેલા છે. તેમના મો.૯૮૯૮૩ ૫૬૦૪૭ ઉપર આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:40 am IST)
  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST