Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

બેસ્ટ ફિમેલ એકટરનો એવોર્ડ મેળવનાર બેબોજીનો જન્મદિન

ભાવનગર તા ૦૧  : અભિનય, ફિલ્મ ડાયરેકટર, પ્રોડયુસર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી તથા ગુજરાતી ફિલ્મ ટેલીવીઝન એવોર્ડ ૧૯૧૮ નો બેસ્ટ એકટર ફિમેલનો એવોર્ડ મેળવનાર ભાવનગરના કલાકાર બેબોજી બગથરીયા નો આજે તા. ૧ જુનના રોજ જન્મ દિવસ છે.

ગુજરાતી અને  હિન્દી ફિલ્મોમાં  અભિનયનો ઓજસ પાથરનાર બેબોજીએ વિદેશમાં પણ ફિલ્મોનું શુટીંગ કરેલ છે. હિન્દી ટીવી સીરીયલોમાં પણ અભિનય આપનાર બેબોજી બગથરીયા આજે તેની જીંદગીના ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શુભેચ્છકો,મિત્રો મો. ૭૮૦૧૮૮૭૧૮૫ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહયા છે.

(11:48 am IST)