Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સૌના વ્હાલા... બાપલીયા : પૂર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગરનો જન્મદિન

રાજકોટઃ શહેર ભાજપનાં આગેવાન અને પુર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગરનો આજે જન્મ દિવસ છે. તા.૧ જુન૧૯૬૨ માં ગામ નેસડા, જી.જામનગર ખાતે જન્મેલા હરીભાઈ યશસ્વી જીવનના ૫૮માં મંગલ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. યુવાનીમાં ભાજપના ભાગવા રંગે રંગાયેલા હરીભાઈ ડાંગર ૧૯૯૦માં કોંગ્રેસનો ગઢ ગણાતા એવા જુના વોર્ડ નં.૦૭માં ભાજપની ત્રણ બેઠક પ્રસ્થાપિત કરવાનું બહુમાન ધરાવે છે. ત્યારબાદ વોર્ડ નં.૨૦માં ચુંટાઈને નોંધપાત્ર કામગીરી કરી હતી.  તેઓ પાંચ વર્ષ ગુજરાત રાજયના નશાબંધી વિભાગના ડિરેકટર રહ્યા છે. ભાજપના કોર્પોરેટર તરીકે પ્રથમવાર ચુંટાઈને રાજકોટ મહાનગરપાલિકાની માર્કેટ તથા રોશની સમિતિના અધ્યક્ષ તરીકે તથા સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય તરીકેની જવાબદારી નિભાવી છે. બાપલીયાના હુલામણા નામથી ઓળખાતા હરિભાઈ ડાંગર આહીર જ્ઞાતિના શિક્ષણ, સમૂહ લગ્ન, કન્યા કેળવણી સહિતની પ્રવૃતિઓમાં યોગદાન આપી રહ્યા છે, વોર્ડ નં.૧૩ના ખોડીયાર ગરબી મંડળ તથા કૃષ્ણ વિદ્યાલયની શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે તેઓ જોડાયેલા છે.  બાપલીયા હરીભાઈ ડાંગરને તેમના જન્મદિવસે રાજકીય આગેવાનો, શુભેચ્છો, મીત્રો તથા પરીવાર દ્વારા  (મો.નં. ૯૯૭૪૩ ૪૩૬૪૩) શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(11:17 am IST)
  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST

  • કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST