Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2024

સી.એમ. ઓફીસના ઓ.એસ.ડી. એ.બી. ગોરનો જન્મદિન

રાજકોટ : વડોદરાના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર અતુલ બી. ગોરનો જન્મ ૧૯૬૪ ના વર્ષની ૧૬ માર્ચે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૦રની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકાર છે. ભુતકાળમાં વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ઓ. એસ. ડી. રાજકોટ અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, ઔડામાં સી. ઇ. ઓ. વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત છે.  ફોન નં. ૦૭૯ - ર૩ર ૩ર૬૧૧.

(12:22 pm IST)