Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

વડોદરાના મ્‍યુ. કમિશનર દિલીપકુમાર રાણાનો જન્‍મદિન

અમરેલી, કચ્‍છ, આણંદ, બનાસકાંઠાના પૂર્વ કલેકટર

રાજકોટ : વડોદરાના મ્‍યુનિસીપલ કમિશનર દિલીપકુમાર રાણાનો જન્‍મ તા. ૧૦ એપ્રિલ ૧૯૮૦ ના દિવસે થયેલ આજે પીસ્‍તાલીસમાં વર્ષમાં પ્રવેશ્‍યા છે. શ્રી દિલીપકુમાર રાણા ભુતકાળમાં અમરેલી, આણંદ અને બનાસકાંઠા અને કચ્‍છમાં કલેકટર તરીકે તેમજ અમદાવાદમાં નાયબ મ્‍યુનિસીપલ કમિશનર તરીકે રાજયમાં આદિજાતી વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. સચિવ કક્ષાએ બઢતી મેળવ્‍યા બાદ આજે તેમનો બીજો જન્‍મદિન છે. તેઓ ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ફોન નં. ૦ર૬પ ર૪૩૩૩૪૪ મો. ૬૩પ૧ર ૧૧૧૧૧ વડોદરા

(11:01 am IST)