Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

એઇડસ પ્રિવેન્સન કલબનાં વિશાલ કમાણીનો જન્મદિવસ

રાજકોટ, તા.૧૦: છેલ્લા દોઢ દાયકાથી ઇલાજ એચ.આઇ.વી એઇડસ પરત્વે સતત સક્રિય કાર્યકરની એઇડસ પ્રિવેન્સન કલબનાં સેક્રેટરી પદે આરૂઢ વિશાલ કમાણીનો આજે જન્મદિવસ છે. તેવો આજે ૩૩ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. યુવાનો રાહબર તથા તેના માટે શ્રેષ્ઠ કાર્યો પ્રોજેકટ થકી-મિલનસાર સ્વભાવને કારણે ખુબ જ જાણીતા બન્યા છે. હાલ તેઓ કમાણી એસોસીએટના બેનર તળે પ્રોજેકટમાં ચેરમેન તરીકે કાર્યરત છે. લોકોને પડતી મુશ્કેલીમાં સદા સેવામાં અગ્રેસર રહેતા વિશાલ કમાણીએ લોકડાઉનમાં કોરોના વોરીયરની શ્રેષ્ઠ ભૂમિકા ભજવીને કમાણી પરિવારનું નામ રોશન કરેલ છે. આજે તેમના જન્મદિવસે તેમનાં મો.૮૮૬૬૬ ૭૮૦૦૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:42 pm IST)