Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સમતા સૈનિક દળના રાજકોટ જિલ્લા પ્રમુખ નવનિત ચૌહાણનો જન્મદિન

રાજકોટ તા. ૯ : ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત ઓલ ઇન્ડિયા સમતા સૈનિકદળ ગુજરાત પ્રદેશ રાજકોટ જિલ્લા પ્રમુખ નવનિત ચૌહાણનો આજે જન્મ દિવસ છે. એ.ટી.વી. ન્યુઝ નેશનલ ન્યુઝ ચેનલમાં રાજકોટ બ્યુરો ચીફ તરીકે પણ સેવારત છે. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાં ડાયાબીટીસ વિભાગમાં ફરજ બજાવે છે. જન્મ દિવસ નિમિતે સમતા સૈનિક દળના અશ્વિનભાઇ ચૌહાણ, શહેર પ્રમુખ ભનુભાઇ ચૌહાણ, સૌરાષ્ટ્ર પ્રભારી મનોજભાઇ રાઠોડ, પ્રભારી દિનેશભાઇ પરમાર, એસ.એસ.ડી.ના અજય સારીખડા, પ્રફુલ ભોજાણી, રમેશભાઇ ચૌહાણ, દિલીપભાઇ પરમારે શુભેચ્છા પાઠવેલ. તેમના મો.૮૦૦૦૦ ૦૩૦૧૯ છે.

(11:52 am IST)