Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અલ્પસંખ્યક નાણા નિગમના ડિરેકટર આસીફ સલોતનો જન્મદિવસ

રાજકોટ : પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી અને અલ્પ સંખ્યક નાણા નિગમના ડિરેકટર એવા આસીફ સલોતનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આસીફ સલોતના માતા ખેરૂનબેન, તથા પિતા સ્વ.કાદરભાઈ સલોતના પુત્ર છે. સ્વ.કાદરભાઈ ભાજપમાં અનેક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવીને લઘુમતી સમાજને ભાજપની વિચારધારામાં જોડવામાં સિંહફાળો રહ્યો છે અને સ્વ.કાદરભાઈએ પોતાના આદર્શ તરીકે હંમેશા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માન્યા છે. તેમના માતા ખેરૂનબેન પણ અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા. જનસંઘની વિચારધારાથી જોડાયેલા તેમના નાનાના સંસ્કારો પણ ઉતરી આવ્યા છે.

મોરચાના પ્રભારી, શહેર ભાજપ કારોબારીમાં વિશેષ આમંત્રિત સદસ્યની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ આગવુ પ્રદાન આપી રહ્યા છે. જેમાં રાજકોટ શહેર તાજીયા કમીટીના પ્રમુખ તરીકે તેમજ રાજકોટ શહેર જામા મસ્જીદના ઉપપ્રમુખ તરીકે, રાજકોટ શહેર યમીન કમીટીના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી લઘુમતી સમાજના ઉત્થાન માટે હંમેશા સતત કાર્યરત રહી જેમાં ખાસ કરી લઘુમતી સમાજ શિક્ષિત અને ધંધા રોજગાર ક્ષેત્રે પગભર થાય તે માટે અલ્પ સંખ્યક નાણા નિગમ દ્વારા સમાજના યુવાનોને લોન અપાવી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આસીફ સલોતને (મો.૯૮૨૫૦ ૭૮૬૦૯) શુભેચ્છા મળી રહી છે. તેમજ તેમની પુત્રી અક્ષા અને અસરા તરફથી પણ શુભેચ્છા આપવામાં આવી છે.(૩૭.૮)

(3:41 pm IST)
  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST

  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST