Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બગસરાની પૂ. આપાગીગાની જગ્યાના મહંતશ્રી જેરામબાપુનો ૭૨મો જન્મદિન

બગસરા, તા.૧૧: સુપ્રસિધ્ધ પૂ.શ્રી આપાગીગા ગાદી મંદિરના પૂ. મહંતશ્રી જેરામબાપુનો કાલે તા. ૧૨ શનિવારના રોજ ૭૨માં વષની જન્મદિન છે. તથા સને ૧૯૮૦માં આ ગાદી મંદિરના સાતમાં ગાદીપતિ તરીકે બિરાજમાન થઇ માનવ સેવા એજ પ્રભુ સેવાની જયોત, હરીહર ટુકડો તથા સમાજીક સેવાના કાર્યો કરી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં આ જગ્યાને ગૌરવ ભર્યુ સ્થાન અપાવ્યું છે. ઉતરોતર આપના દ્વારા લેવાયેલ સંકલ્પો પરિપૂર્ણ થાય એવી શ્રી ઠાકર મહારાજના ચરણોમાં પ્રર્થના.

પૂજય જેરામબાપુના વડપણ હેઠળ પૂજય આપાગીગા નવનિર્મત ગાદી મંદિરનો સંકલ્પ આ પાવનધરા પર સાકાર થશે. પૂ. બાપુની પ્રેરણાથી બુને ટાઇમ હરિહર ટુકડો, જરૂર પડયે જરૂરીયાતમંદ લોકોને સહાય તેમજ મેડીકલ કેમ્પ, કુદરતી આફતો વખતે સહાય વગેરે સેવાના કાર્યો થાય છે. પૂ. બાપુ કુંભ સ્નાન માટે અલ્હાબાદ (પ્રયાગરાજ)પધારેલ છે. જેઓના મો. નં. ૯૪૨૭૪૨૯૭૩૮ ઉપર એડવાન્સ અને શુભેચ્છા મળી રહી છે.

(4:29 pm IST)
  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST