Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

માર્ગ મકાન વિભાગના નાયબ સચિવ કોમલ ભટ્ટનો જન્મદિન

રાજકોટ : રાજ્યના માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ (બજેટ) તરીકે ફરજ બજાવતા શ્રી કોમલ પી. ભટ્ટની વર્ષગાંઠના આજે વ્હાલથી વધામણા થઇ રહયા છે. તેમનો જન્મ ૧૯૭૭ના વરસમાં ૪ જાન્યુઆરીએ થયેલ. આજે તેમના યશસ્વી જીવનના ૪૩માં વર્ષનો પ્રથમ દિવસ ઉગ્યો છે. તેઓ બી.ઇ. ઇન્સ્ટુમેન્ટલ એન્જીનિયરીંગની પદવી ધરાવે છે. સચિવાલય કેડરના અધિકારી છે. ભૂતકાળમાં તત્કાલીન પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડિયાના અંગત મદદનિશ તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૧૦૮૭

મો. ૯૯૭૮૪ ૦૭૨૯૨ ગાંધીનગર

(11:41 am IST)
  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST