Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કોંગ્રેસના પ્રદેશ અગ્રણી મૌલીન વૈષ્ણવનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી શ્રી મૌલીન વૈષ્ણવનો જન્મ ૧૯પ૦ ના વર્ષની તા. ૧ર સપ્ટેમ્બરે થયેલ. આજે યશસ્વી જીવનના ૭૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાજીવ ગાંધીની ૭પમી જન્મ જયંતી ઉજવણીના સંયોજક છે. તેઓ ભૂતકાળમાં બેક ઓફ બરોડાના ડીરેકટર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધ્યક્ષ, પ્રવેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક, પ્રદેશ ઉપાધ્યક્ષ વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મુળ જુનાગઢના વતની અને હાલ વડોદરા નિવાસી છે.  મો. ૯૮રપ૦ ૩૩૩૮૦ વડોદરા

(11:43 am IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST