Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી દિપક પંડયાનો જન્મદિવસ

રાજકોટઃ તા.૯, રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી દિપકભાઇ પંડયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૯ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.  ચીમનભાઇ શુકલને પોતાના જીવનમાં આદર્શ માન્યા છે. બ્રાહ્મણ બોર્ડીગના ટ્રસ્ટી તરીકે માર્ગદર્શન આપી રહયા છે. બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ સ્વ. કાંતિભાઇ વૈદ્ય, સ્વ. બાલકૃષ્ણભાઇ શુકલ, સ્વ. શશીકાંતભાઇ ત્રિવેદી, સ્વ. પ્રવિણભાઇ ભટ્ટ, સ્વ. નર્મદાશંકરભાઇ ઉપાધ્યાય તેમજ પી.પી. રવૈયા, કશ્યપભાઇ શુકલ, અનંતભાઇ ભટ્ટ, પ્રભુભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ પંડયા, જર્નાદનભાઇ આચાર્ય અને વર્તમાન પ્રમુખ દર્શીતભાઇ જાનીના નેતૃત્વમાં કાર્ય કરી રહયા છે. માનવ સેવા ટ્રસ્ટ, ચંદનબેન સેવા ટ્રસ્ટ, પરશુરામ શરાફી મંડળી સ્વ. પ્રવીણભાઇ  ભટ્ટ, શશીકાન્તભાઇ ત્રિવેદી, સુધીરભાઇ પંડયા એન.એસ ભટ્ટ અને કૌશીકભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ સેવા આપી રહયા છે. (મો.૯૮૨૫૨ ૯૩૬૫૮)

(4:22 pm IST)