Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વિવેકાનંદ યુથ કલબના સ્થાપક અનુપમ દોશીનો જન્મદિવસઃ ૬૦માં પ્રવેશ

રાજકોટ તા ૯ :  સામાજીક, સાંસ્કૃતિક,રચનાત્મક, માનવતાવાદીના અને શૈક્ષણિક પ્રવૃતિના માધ્યમથી સેવાની શંૃખલા  સર્જનારા વિવેકાનંદ યુથ કલબના સ્થાપક અનુપમ દોશીનો આજે ૬૦ મો જન્મદિવસ છે. રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અને થેલેસિમયા પ્રવૃતિના પ્રણેતા છે. આજ સુધીમાં અસંખ્ય રકતદાતાઓને રકત દાન કરવા પ્રેરી ૧૦૦ થી વધુ રકતદાન કેમ્પો કર્યા છે. ચક્ષુદાન અને દેહદાન પ્રવૃતિમાં જેહાદ જગાવનાર અનુપમ દોશીની ઓળખ રાજકોટના માનભાઇ ભટ્ટ તરીકેની છે. જ્ઞાતિ-જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર તમામ ક્ષેત્રોમાં યશસ્વી કામ કરનાર અનુપમ દોશી ઉનાળાના ધોમ ધગતા તાપમાં પ્રતિ વર્ષ ૫૦૦૦ થી વધુ લોકોના પગ ઠરાવાનું અભિયાન અને શિયાળાની કાતિલ ઠંડીમાં ધાબડા ઓઢાડવાના પ્રેરણાદાયી કાર્ય કરે છે. વિધવા બહેનો માટે એક માસ ચાલે એટલી રાશનની કીટ એ તેમની મુખ્ય પ્રવૃતિ છે. અનુપમ દોશીએ અત્યાર સુધીમાં ૩૫ જેટલા લોકોનું દેહદાન કરાવ્યું છે અને ૨૦૦ થી વધારે લોકોનું ચક્ષુદાન કરવામાં નિમીત બન્યા છે.ભારતીય સ્ટેટ બેન્કમાં ફરજ બજાવતા અનુપમ દોશી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા એમ્પ્લોયઝ યૂનિયનના પ્રાંત લીડર તરીકે પણ ફરજ બજાવે છે. તેમને ૫૨ થી વધુ સન્માનો મળ્યા છે. જેમાં ધ પ્રાઇડ ઓફ રાજકોટ અને ગારડી એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનો સમાવેશ પણ થાય છે. તેમના જન્મદિને મો.નં. ૯૪૨૮૨ ૩૩૭૯૬ ઉપર શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(4:07 pm IST)