Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વ્યકિત એક,વિશેષતા અનેક, પુષ્કર પટેલનો જન્મદિન

રાજકોટઃ કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટિના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર શ્રી પુષ્કરભાઇ હરીભાઇ પટેલનો જન્મ તા.૭ સપ્ટેમ્બર ૧૯૭૫ના દિવસે ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં થયો હતો. તેઓએ આજે યશસ્વી જીવનના ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસમાં માનતા પુષ્કરભાઇ બે ટર્મથી કોર્પોરેટર છે. કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેન રહ્યા છે. ૧૮ વર્ષથી ભાજપમાં સક્રિય રીતે કાર્યરત છે. પુષ્કરભાઇ પટેલ ઉદ્યોગ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે કલબ યુવી, પટેલ સમાજ સેવા ટ્રસ્ટ તથા સમીર ડઢાણીયા મેમોરીયલ ટ્રસ્ટ સહિતના વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તા, મીત્રો, શુભેચ્છકો દ્વારા તેમના (મો.૯૮૭૯૩ ૭૭૭૭૭) ઉપર ચોમેરથી શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

(11:40 am IST)