Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કાઉન્સેલર

રાજકોટ ભાજપના કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકરનો જન્મદિવસ

રાજકોટ : મહાનગરપાલિકા ભાજપના કાર્યાલય મંત્રી જયંતભાઈ પુષ્પકાંતભાઈ ઠાકરનો આજે ગણપતિ મંગલ મહોત્સવના ચોથા દિવસે એટલે કે તા.૬ના રોજ જન્મદિવસ છે. જેઓ રાજકોટ શહેર પીડીયુ સિવિલ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજના કાઉન્સેલર તરીકે સેવા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રવકતા તરીકે સુપેરે જવાબદારી સંભાળી રહ્યા છે. મ્યુનિસિપલ હુડકો વિકાસ સમિતિના ચેરમેન તેમજ ભૂતકાળમાં શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ તેમજ રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સભ્ય તરીકે કાર્યભાર સંભાળેલ હતો. તેઓનો જન્મ કર્ણાટક રાજયના બેંગ્લોર શહેરના ચીકપેકટ વિસ્તારમાં તા.૬-૯-૧૯૫૭ના રોજ થયેલ. યુવા વયથી જ જાહેર જીવનમાં સક્રિય રહી અનેક રાજકીય આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવેલ. વોર્ડ નં.૧૬ના ભાજપના કાર્યકર તેમજ બુથની જવાબદારી સંભાળી રહ્યા છે. જયંતભાઈને મો.૯૮૨૪૮ ૨૬૭૨૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:56 am IST)