Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

કાલે શિક્ષક દિનઃ ડો.રાધાકૃષ્ણન સર્વપલ્લીનો જન્મ દિવસ

પોતાનો જન્મદિન (પાંચમી સપ્ટેમ્બર) 'શિક્ષક દિન' તરીકે ઉજવાય એવી ઉદાત ભાવના દાખવીને જેમણે ભારતભરના શિક્ષકગણે સામાજિક મોભો અને પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત થાય એ હેતુથી એક અનોખા 'દિનવિશેષ' ની ભેટ આપી તે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણન પ્રખર ચિંતક, વિચારક અને તત્વજ્ઞાની જ નહોતા, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે મહામૂલી પ્રતિષ્ઠા હાંસલ કરનાર ભારતીય નરરત્ન અને આજીવન શિક્ષક પણ હતાં.

આજના શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોઇપણ પ્રકારનો ભાવ સબંધ રહયો નથી. જેને શીખવાનું છે તેનામાં શીખવનાર વ્યકિત પ્રત્યે સદ્ભાવ  જાગેલો હોવો જોઇએ. આ વિધાનો કેળવણીકાર, સમાજ સુધારક, સંત પૂજયશ્રી હરિ ઓમ મોટા (મુળ નામ ચુનીલાલ ભગત) ના જેમ આચાર્ય દેવો ભવ નો વિદ્યાર્થી માટે આદર્શ છે તેમ 'છાત્ર દેવો ભવ'નો આદર્શ પણ શિક્ષણ જગતમાં વણાઇ જવાની જરૂર છે. વિદ્યાર્થીને મન જેમ ગુરૂ દેવ છે. તેમ ગુરૂને મન પણ વિદ્યાર્થી દેવ સમાન હોય તો 'પરસ્પર દેવો ભવ' ની ભાવનાથી ઉમયનું કલ્યાણ થાય. આ ભાવના વહેતી મૂકનાર હતાં. 'રાષ્ટ્રીય આદર્શ વિનય મંદિર' ની શાળાના સંસ્કૃતના શિક્ષક પાંડુરંગના, જેઓ નારેશ્વરના રંગ અવધુત તરીકે ખ્યાતિ પામ્યા હતાં.

કાલે વિશ્વ ગીધ જાગૃતિ દિન

કુદરતના ઉતમ સફાઇ કામદારોનું કામ કરતા ગીધની ઘટતી જતી વસ્તીની ચિંતાથી પ્રેરાઇને પાંચમી સપ્ટેમ્બર વિશ્વભરમાં 'ગીધ જાગૃતિ દિન' (world valture awareness Day) તરીકે ઉજવાય છે. ર૦૦૬ થી ભારત સરકારે 'ગીધ બચાવો કાર્યક્રમ' અમલમાં મૂકી ગીધ ઉછેર કેન્દ્રો પણ શરૂ કર્યા છે. અને પશુ ચિકિત્સામાં વપરાતી ડીકલોફેનેક (Diclofenac) નામની દવા ઉપર પ્રતિબંધ મુકેલ છે, જેના કારણે મરેલા ઢોરનું માંસ ખાતા ગીધ મરી જાય છે.  (પ-૧૪)

પ્રા. ડો. જોષી માયા પી.

રાજકોટ

(4:49 pm IST)