Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

તેજસ ભટ્ટી માટે લાગણીના વાદળો વરસાવે છે જન્મદિનની શુભેચ્છા

રાજકોટ : વિદ્યાર્થી કાળથી જ જાહેર જીવનમાં ચમકતા - દમકતા રહેલા શ્રી તેજસ ભટ્ટી માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૭૩ના વર્ષની તા. ૫ ઓગસ્ટે થયેલ. આજે જાજરમાન જીવનના ૪૯માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. તેઓ રામ જન્મભૂમિ આંદોલન વખતે ૧૯૯૨માં રાજકોટથી યુવાનોની ટીમ લઇને અયોધ્યા ગયા હતા.

શ્રી તેજસ ભટ્ટી કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળાના અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે. ભૂતકાળમાં તેમણે વિદ્યાર્થીલક્ષી આંદોલનોમાં પ્રતિભાવંત નેતા તરીકે ભૂમિકા ભજવી હતી. વિવિધ સેવાકીય સંસ્થાઓમાં તેમનું યોગદાન રહ્યું છે. દર વર્ષે જન્મદિને તેમના પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થાય છે. કહો દિલ સે, તેજસ ભટ્ટી કો શુભકામના ફીરસે...

મો. ૯૮૨૪૧ ૧૬૪૧૪ રાજકોટ.

(11:37 am IST)