Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ભાજપાના ગુજરાત પ્રદેશ મીડિયા ઈન્ચાર્જ પ્રશાંત વાળાનો આજે જન્મદિવસ

ભાજપાના ગુજરાત પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંત વાળાનો આજે ૧૨ જુલાઈના દિવસે જન્મદિવસ છે. શાંત, સરળ, સૌમ્ય અને મિલનસાર સ્વભાવ ધરાવતા પ્રશાંત વાળા ભાજપાના સંનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર છે. ટીવી ડીબેટમાં તેમની પ્રભાવશાળી અને અભ્યાસપૂર્ણ દલીલોને લીધે તેઓ આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના તેઓ બોર્ડ મેમ્બર છે.તેઓ હાલ ભાજપા મીડિયા સેલના પ્રદેશ કન્વીનર,ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય છે.તેઓએ બી.કોમ., એલ.એલ.બી. અને એમ.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે.તેઓ શીશુકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં સ્વયંસેવક છે.વિદ્યાર્થીકાળમાં તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ અનેક જવાબદારીઓ વહન કરેલી છે.છેલ્લાં ૧૬ વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. અર્થતંત્ર ના વિષયો પરનાં તેમનાં લેખો ઇકોનોમિક ટાઈમ્સ, ફાઈનાન્શિયલ એકસપ્રેસ જેવા અખબારોમાં અવારનવાર પ્રસિદ્ઘ થાય છે.અકિલા ન્યુઝપેપર ની વેબસાઈટ પર છેલ્લાં ૯ વર્ષથી તેમની 'આર્થિક જગત' નાં નામથી કોલમ ચાલે છે તેમજ 'દસ મીનીટ દેશ માટે' નામની તેઓની કોલમ પણ ખુબ લોકપ્રીય છે. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ ઇન્વેસ્ટર્સ ફોરમનાં છેલ્લાં ૯ વર્ષથી પ્રેસિડેન્ટ છે.તેઓએ અનેક વખત સેબી તેમજ ફાઈનાન્સ મીનીસ્ટ્રીની મીટીંગોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેઓ એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ અને પ્રોજેકટ મેનેજમેન્ટ નાં વ્યવસાય સાથે જોડાયેલા છે.શ્રી પ્રશાંત વાળાને મો.૯૯૨૪૨ ૦૯૧૯૧ ઉપર શુભેચ્છાઓ ધોધ વરસી રહ્યો છે.

(3:57 pm IST)
  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST