Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કેબીનેટ મંત્રી બન્યા બાદ આજે કુંવરજીભાઈનો પ્રથમ જન્મદિન

રાજકોટઃ. રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનો જન્મ તા. ૧૬ માર્ચ ૧૯૫૫ના દિવસે વીછીયા પાસેના જનડા ગામે થયેલ. આજે ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પ્રધાન બન્યા પછીનો પ્રથમ જન્મદિન છે.

વિજ્ઞાન સ્નાતક ઉપરાંત બી.એડ્.ની પદવી ધરાવતા શ્રી કુંવરજીભાઈએ ભીમોરા, વીછીયા અને રાજકોટની કડવીબાઈ વિરાણી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવી છે. સતત લોકોની વચ્ચે રહેતા પ્રતિનિધિ તરીકે જાણીતા છે. ભૂતકાળમાં એસ.ટી. નિગમના ડીરેકટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ૫ વખત ધારાસભ્ય, એક ટર્મ રાજકોટના સંસદ સભ્ય વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે. સહકારી ક્ષેત્રે પણ તેમનું મહત્વનું યોગદાન છે.

મો. ૯૮૨૪૪ ૫૧૩૨૧ - રાજકોટ

(10:22 am IST)