Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જુનાગઢ જીલ્લા ભાજપ અગ્રણી ભરતભાઇ ગાજીપરાનો જન્મ દિવસ

જુનાગઢ તા.૧૩ : જિલ્લા ભાજપના અગ્રણી અને કેશોદના વતની ભરતભાઇ ગાજીપરાનો આજે જન્મદિવસ છે તા.૧૩/૩/૧૯પ૯ મા સામાન્ય પરીવારમા જન્મ પામી નાનપણથી યુવાની સુધી આર.એસ.એસ.ના સંસ્કાર મેળવી તેમજ બે વર્ષ આર.એસ.એસ.ના પ્રચારક રહી ૧૯૮૩ ના કેશોદ વિસ્તારમાથી ગુંડાગીરી નાબુદી માટે ભાજપમાથી જિલ્લા પંચાયતના સભ્ય બનેલ. તેમજ ૧૯૯પમાં જુનાગઢ જીલ્લા પંચાયતના ભાજપના પ્રથમ સૌથી યુવાન પ્રમુખ બનેલ આ સમય ગાળામાં પ્રતિકુળ રાજકીય પરિસ્થિતિ એટલે કે ગુજરાતમાં પાંચ વર્ષમાં પાંચ મુખ્યમંત્રી બદલેલ તેમજ દેશમાં પાંચ વર્ષમાં ૬ વડાપ્રધાન બદલવા છતા પ્રતિકુળ પરિસ્થિતિમા વ્હીપવિના પાંચ વર્ષ સ્થીરતાથી જીલ્લા પંચાયત ચલાવી નવા કરવેરા નાખ્યા વિના જિલ્લા પંચાયતની આવક પ૬૦% વધારેલ, આ સમયે ગીરસોમનાથ અને પોરબંદર જીલ્લો જુનાગઢ નીચે હતો. તેમજ સૌરાષ્ટ્ર યુનીવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીમા સેનેટ સદસ્ય તરીકે સેવા આપી હતી.

રાજયના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચુંટાયેલ, તેના કાર્યકાળમા વકીલોના હીતમા ગુજરાત વિધાન સભામાં એડવોકેટ વેલફેર બીલ મંજુર કરાવેલ, તાલુકા કક્ષાના તમામ બાર એસોસીએશનને રૂા.૧,૦૦,૦૦૦ ના કાયદાના પુસ્તકો સમગ્ર રાજયમાં તમામ તાલુકામાં આપેલ ઉપરાંત બાર કાઉન્સીએલ ઓફ ગુજરાતની માલીકની ગુજરાત હાઇકોર્ટ સામે લોક ફાળાથી આધુનીક નમુનેદાર ઓફીસ બનાવેલ તેનુ ઉદ્દઘાટન તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાવેલ તેમજ વકીલોના હીતમાં ઇલેકટ્રોનીક લો લાઇબ્રેરી પ્રત્યેક જીલ્લામાં ચાલુ કરાવેલ, અને બાર કાઉન્સીએલની આવક ૩પ૦% વધારેલ છે.

ભરતભાઇ ગાજીપરા સમગ્ર રાજયના ચુંટાયેલા પંચાયતના સભ્યો માટે ગાંધીનગર ખાતે તાલીમ કેન્દ્ર સંચાલન કરે છે. ઉપરાંત સ્વ. જયપ્રકાશ નારાયણ દ્વારા બનાવેલ અખીલ ભારતીય પંચાયત પરીષદના દિલ્લી ખાતે કાર્યવાહક અધ્યક્ષ પણ છે. સંગઠન ક્ષેત્રે પોરબંદર જીલ્લા ભાજપના છ વર્ષ સુધી પ્રભારી રહેલ.આ સમય ગાળામાં પોરબંદર જીલ્લા ભાજપે તમામ ક્ષેત્રે પોતાનો સુર્વણ કાળ ભોગવેલ છે. હાલ અમરેલી જીલ્લા ભાજપના પ્રભારી છે. ગાજીપરાએ દિલ્લી ખાતે ૧૦ વર્ષ ભાજપ પંચાયત સેલના પ્રમુખ તરીકે કામગીરી કરેલ છે. ભરતભાઇ ગાજીપરા પટેલ જ્ઞાતીના હોવા છતા બિન પટેલ આગેવાનોનો ખુબ જ મોટો મીત્ર વર્તુળ ધરાવે છે. તેમને ેજન્મ દિવસની શુભેચ્છા, બહુમુખી પ્રતિભા ધરાવતા ભરતભાઇ ગાજીપરાનું પોરબંદર લોકસભા વિસ્તારમાં સંભવિત ઉમેદવાર તરીકે નામ ચર્ચામાં છે. તેમના મો. ૯૯રપપ ૭પર૪૧ તેમજ ૯૪ર૬ર ૦પ૯૯૭ ઉપર જન્મ દિવસની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.(૬.૮)

(11:33 am IST)