Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

લોહાણા સખી વૃંદના કન્વીનર હેમાબેન કક્કડનો આજે જન્મદિવસ

રાજકોટઃ લોહાણા સખીમંડળ વૃંદમાં કન્વીનર હેમાબેન અશ્વિનભાઇ કક્કડનો આજે મહિલા દિનને દિવસે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૭ વર્ષ પુર્ણ કરી ૪૮ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેમના પતિ સાથે રેસ્ટોરન્ટમાં કામ કરી  બહેનોને સ્કુટર અને ફોર વ્હીલ ચલાવતા પણ શીખવે છે. મહિનામાં ૨૦ મહિલાઓને પગભર કરવા તેઓ પ્રયત્નશીલ છે. તેઓ રાજકોટ શહેર જીલ્લા વાલી મંડળ, કોઠારીયા કોલોની યુવા ગ્રુપ,નારી સુરક્ષામાં કામગીરી કરી રહયા છે. હેમાબેનના જન્મદિવસે મો.૯૯૨૫૭ ૬૧૮૨૨ ઉપર લોહાણા સખી મહિલા વૃંદના પ્રમુખ વિણાબેન પાંધી મંત્રી હંસાબેન ગણાત્રા, લતાબેન તન્ના, કુ. કંચન કોટેચા, મેનાબેન તન્ના વાલી મંડળના પ્રમુખ હિંમતભાઇ લાબડીયા ઉપપ્રમુખઙ્ગ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સ્મૃતિબેન જોષી, હિનાબેન વાગેદરીયા, સરલાબેન પાટડીયાએ શુભેચ્છા પાઠવી હતી.

(4:21 pm IST)