Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

જામનગર-ભાવનગરના એક સમયના કલેકટર

વાહન વ્યવહાર કમિશનર વી.પી. પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ શ્રી વી.પી. પટેલનો જન્મ ૧૯પ૯ના વર્ષની ૬ માર્ચે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના દેવળિયાના વતની અને ૧૯૯૯ની બેચના આઇ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે. અગાઉ જામનગરમાં કલેકટર, ભાવનગરમાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર, રાજયમાં નાગરિક પુરવઠા નિયામક, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૧૩૬૧, મો. ૯૯૭૮૪ ૦૮પ૬૭, ગાંધીનગર.    

(11:51 am IST)