Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મ્યુનિ.કોર્પોરેશનનાં વિપક્ષના પૂર્વ નેતા કેયુર મસરાણીનો જન્મદિવસ

 રાજકોટઃ તા.૧૭ મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુરભાઇ મસરાણીનો આજરોજ ૧૭/૭/૧૯૭૭ જન્મદિવસ છે. તેઓએ આજે જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨માં મંગલ વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

 

અગાઉ રાજકીય પ્રવૃતિમાં કોંગ્રેસના ફરિયાદ સેલના પ્રમુખ તરીકે કામગીરી કરેલ ત્યારબાદ તેઓ યુથ કોંગ્રેસના મહામંત્રી ફરજ બજાવી છે તેમજ શહેર કોંગ્રેસના મહામંત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રહી ચુકયા છે અને તેઓ વોર્ડ નં.૮ના કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. તેઓના આજે જન્મદિવસે મીત્રો, શુભેચ્છો કાર્યકરો તરફથી મો.૯૮૨૫૩ ૯૯૩૦૨ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે. (૨૩.૧૩)

(4:20 pm IST)