Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સ્વાધ્યાય પરિવારની ધુરા સંભાળતા કર્મયોગી પૂ.દીદી સૌ.ધનશ્રી તળવલકરનો આજે જન્મદિન

રાજકોટ : પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સુપુત્રી અને સમગ્ર સ્વાધ્યાય પરિવારની ધુરા સંભાળનાર કર્મયોગી પૂ. દીદી (સૌ.ધનશ્રી તળવલકર) નો આજે તા. ૧૨ જુલાઇના જન્મ દિવસ છે.

સ્વાધ્યાય પરિવારના સભ્યો એવુ કહે છે કે દીદીજી એટલે જ્ઞાનનો ભંડાર! તેઓ પ્રવચન કરતા હોય ત્યારે સ્વયં માં શારદા એમના દ્વારા બોલી રહ્યા હોય તેવું લાગે છે. ગમે તેવા અઘરા વિષયો એમની વાણીથી જાણે સહેલામાં સહેલા બની જાય છે. તેમને નિયમિત સાંભળનારનું જીવન પરિવર્તન થયા વગર ન જ રહે. તેમની પ્રાસાદીક વાણીનું શ્રવણ કરનારમાં આત્મવિશ્વાસ અને ઇશવિશ્વાસનો દીપ પ્રજવલિત થાય છે.

તેઓને સર્વપ્રિય પણ કહેવામાં આવ્યા છે. કેમ કે બાળકો, યુવાનો, વૃ/ધ્ધ બધાને દીદી પ્રત્યે સારો ભાવ રહે છે. દીદી સૌમાં સહજ રીતે ભળી જાય છે. મહાપડારરૂપ કામ તેઓ મકકમતા અને અવિચલતાથી પાર પાડેી બતાવે છે. કાર્ય કોઇપણ હોય તેમાં ઓતપ્રોત રહેવાનો પૂ. દાદાજીનો ગુણ તેમણે આત્મસાત કરી બતાવ્યો છે.

પૂ. દાદાનો સિધ્ધાંત છે કે પ્રકૃતિમાં પરમેશ્વર છે. વનસ્પતિશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝે કહ્યુ છે કે વૃક્ષમાં જીવ છે. ત્યારે દાદાએ આ વાત બૃધ્ધિગમ્ય રીતે સમજાવી. જમીનમાં રહેલું પાણી છેક ઉપર ચડાવવા મોટર લાગાવવી પડે. તો પછી વૃક્ષમાં કઇ મોટર બેસાડેલી છે? વૃક્ષમાં વ્યાપ્ત ચૈતન્યની જ આ શકિત છે. ભગવાન પ્રત્યેક વૃક્ષ - વનસ્પતિમાં વસ્યો છે. નિસર્ગમાં નટવર નિહાળતા દીદીજીએ દાદાની આ ભાવદ્રષ્ટીથી પ્રેરીત થઇને દર વર્ષે સ્વાધ્યાયીઓના સહયોગથી લાખો વૃક્ષો ઉગાડવાનું કાર્ય કરાવે છે.

આવા અનંત ગુણોથી દીદીજીનું જીવન ગંગા સમાન નિર્મળ શોભી રહ્યુ છે. આવા દીદીજીના જન્મદિવસે સમગ્ર સ્વાધ્યાય પરિવારમાં અનેરો ઉત્સાહ પ્રસરેલ છે.

(11:33 am IST)
  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST

  • સુપ્રિમ કોર્ટની દિલ્હીના LGને ફટકાર...કહ્યું તમે ખુદને સુપરમેન ગણો છો? access_time 3:57 pm IST

  • FIFA વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચતું ક્રોએશિયા : ઇંગ્લેન્ડને 2-1 થી પરાસ્ત કર્યું : એક્સ્ટ્રા ટાઈમમાં વધુ 1 ગોલ કરીને ક્રોએશિયાએ જબબર જીત મેળવી : ઇંગ્લેન્ડના કરોડો ફૂટબોલ રસિકોમાં છવાયો માતમ : ક્રોએશિયાનાં ફેન્સમાં છવાયો દિવાળી જેવો આનંદનો માહોલ : ફ્રાન્સ સામે ફાઇનલ મેચમાં ટકરાશે ક્રોએશિયા access_time 2:19 am IST