Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

નરેશભાઈ પટેલનો કાલે જન્મદિવસ : મેગા રકતદાન કેમ્પ

સદ્દજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રકતદાન કેમ્પમાં રકતદાતાઓ ઉમટી પડશે : એકત્ર થનાર રકત ગરીબ દર્દીઓને અપાશે

રાજકોટ : સેવાકીય પ્રવૃતિઓમાં સદા અગ્રેસર પટેલ બ્રાસ પરિવારનાં સભ્ય અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે સતત ૧૮માં વર્ષે સેવાયજ્ઞનંુ આયોજન કરવામાં આવ્યુ છે. નરેશભાઈના માર્ગદર્શન હેઠળ ચાલતા સદજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧ જુલાઈના એટલે કે આવતીકાલે તેમના જન્મદિવસે રાજકોટમાં મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામોમાંથી યુવાનો મોટી સંખ્યામાં રકતદાન કરવા ઉમટી પડશે.

 

સદ્દજયોતા ચેરીટેબલના નેજા હેઠળ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના ૫૪માં જન્મદિવસ નિમિતે આવતીકાલે સવારે ૮ થી ૧, સત્યમ પાર્ટી પ્લોટ, નાના મવા મેઈન રોડ ખાતે મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડશે. આ રકતદાન કેમ્પમાં એકત્રિત થયેલ રકત ગરીબ દર્દીઓને આપવામાં આવશે. કેમ્પમાં સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક સહિતની બ્લડ બેંકો સેવા આપશે.

સદ્દજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૮ વર્ષથી અલગ - અલગ સેવાકીય પ્રવૃતિ થકી લોકઉપયોગી કાર્યો કરી રહ્યુ છે. વર્ષ ૨૦૦૦થી વિવિધ સ્થળો પર રકતદાન કેમ્પનું આયોજન કરીને જીવનમાં રકતનું કેટલુ મૂલ્ય છે એ સાર્થક કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં સદ્દજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૫થી વધુ મેગા રકતદાન કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં ૧૦ હજારથી વધુ રકતની બોટલ એકઠી કરવામાં આવી છે. નરેશભાઈના માર્ગદર્શન હેઠળ અગાઉના આ ટ્રસ્ટના માધ્યમથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતુ હતું. જેમાં સૌરાષ્ટ્રમાં નિદાન કે સારવાર ન થઈ શકે તેવા રોગોનંુ નિદાન કરવા માટે દેશના નામાંકિત ડોકટરોને મુંબઈથી આ કેમ્પમાં બોલાવવામાં આવતા હતા અને દર્દીઓને નિદાનની સાથે સાથે જરૂરી તમામ દવાઓ પણ આપવામાં આવતી હતી. આ ટ્રસ્ટના માધ્યમથી પાંચ વર્ષથી મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં રકતદાતાઓ રકતદાન કરી જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને નરેશભાઈના માધ્યમથી રકત પહોંચાડે છે. રકતદાન કેમ્પમાં મહિલાઓ પણ ઉત્સાહથી ભાગ લઈ રકતદાન કરે છે.

ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક નરેશભાઈ પટેલની અત્યાર સુધીમાં ૧૨૫ કરતા પણ વધુ વખત રકતતુલા કરવામાં આવી છે. આ રકતતુલા કર્યા બાદ તમામ રકત સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને અર્પણ કરવામાં આવે છે. નરેશભાઈના જીવનનો ધ્યેય જરૂરીયાતમંદ અને ગરીબ પરીવારનો મદદ કરવાનો હંમેશા રહ્યો છે.(૩૭.૫)

(11:20 am IST)