News of Thursday, 5th July 2018

ધન્ય ઘડી રળિયામણી, વસંતભાઇ લીંબાસિયાની વર્ષગાંઠની વધામણી

કાગદડીથી રાજકોટ વણથંભી વિકાસયાત્રા

રાજકોટ : સંતોનું શરણુ, અમીનું ઝરણું, ગણીને ચાલતા સુપ્રસિધ્ધ સમાજસેવક  અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકત શ્રી વસંતભાઇ નાનજીભાઇ લીંબાસિયા આજે સેવાભાવથી ભરપુર જીવનના ૫૮માં વર્ષમાં પ્રવેશતા તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (જન્મ તા.૫ જુલાઇ ૧૯૬૧)

રાજકોટ તાલુકાના કાગદડી ગામના સરપંચ તરીકે વર્ષો સુધી સેવા આપનાર શ્રી વસંતભાઇ લીંબાસિયા હાલ લીંબાસિયા પરિવાર સોશ્યલ ગ્રુપ, સાંકેત પાર્ક સોસાયટી નાનામવા રોડ, લેઉવા પટેલ પરિવાર સોશ્યલ ગ્રુપ, કાગદડી સરદાર પટેલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વગેરેમાં પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સમાં ખજાનચી છે. રાધિકા ગ્રુપ અને વૃંદાવન ડેરી તેમના વ્યવસાયિક સોપાન છે. સ્વામિનારાયણ ગુરૂકુળ સહિત વિવિધ સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન રહયું છે.

આજે જન્મદિન નિમિતે તેમણે ૨૬૨ વચનામૃત પાઠ અને જનમંગલ નામવલી સાથે અક્ષતથી ભગવાનની વિશેષ પૂજા કરાવનો સંકલ્પ કર્યો છે.

મો. ૯૯૨૫૦ ૧૩૨૧૫ રાજકોટ

(11:29 am IST)
  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST

  • પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ યુપીની યોગી સરકારનો મોટો નિર્ણય :સ્વચ્છ ભારત મિશન માટે પ્લાસ્ટિક,પોલીથીન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ બાદ આગામી 15મી ઓગસ્ટથી થર્મોકોલ અને બે ઓક્ટોબરથી તમામ ડિસ્પોઝેબલ પોલીબેગ્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાશે access_time 1:18 am IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST