Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

એ-ડિવીઝનના એએસઆઇ રામગર ડી. ગોસાઇનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૫: શહેરના એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઇ રામગર દોલતગર ગોસાઇનો આજે જન્મદિવસ છે. તેમણે આજે યશસ્વી જિંદગીના ૫૭મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ૧૦/૧૦/૮૦ના રોજ પોલીસમાં ભરતી થઇ પ્રથમ પ્ર.નગર પોલીસ મથકમાં ફરજ પર મુકાયા હતાં. પહેલેથી જ ડી. સ્ટાફમાં અને પી.આઇ. પર્સનલ તરીકે ફરજ મળી હતી. એ પછી તેમણે સી ડિવીઝન, ડીસીબી, માલવીયાનગર, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, કુવાડવા રોડ, તાલુકા પોલીસ મથકમાં પ્રસંશનીય ફરજ બજાવી છે. તમામ જગ્યાએ ડી. સ્ટાફ અને ડી. સ્ટાફ ઇન્ચાર્જ તરીકે ફરજ દરમિયાન અનેક પ્રકારના ગુનાઓનું ડિટેકશન કર્યુ છે. ખૂન, લૂંટ, ધાડ, ચિલઝડપ, ઘરફોડ ચોરીઓ તેમજ અટપટા અને અનડિટેકટ ગુનાઓ શોધવામાં અનુભવને આધારે અનેક સફળતાઓ મેળવી છે અને અધિકારીઓ તરફથી શાબાસી મેળવી છે. પોલીસ બેડામાં 'ગુરૂ'ના હુલામણા નામથી ઓળખતા આર. ડી. ગોસાઇ મળતાવડા અને સરળ સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. નિષ્ઠા અને ખંતપૂર્વકની તેમની ફરજને કારણે અધિકારીઓમાં પણ સતત ચાહના ધરાવે છે. તેમને મોબાઇલ નં. ૯૮૨૫૨ ૯૨૬૭૭ ઉપર સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(11:29 am IST)