Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પોતાનું જીવન હોમી દુનિયાભરના દર્દીઓને નવું જીવન આપતી સારવાર માટે રેડિયમના શોધક મેડમ કયુરીનો જન્મદિન

દુનિયામાં ડર લાગે તેવું કંઈ જ નથી, જરૂર છે એને જાણવાની, સમયની એ જરૂરીયાત છે કે આપણે વધુ જાણકારી મેળવીએ, જેથી આપણે ડરને દૂર રાખી શકીએ : મેડમ કયુરી

મેડમ ક્યૂરી ફકત મહિલાઓ માટે કે ફક્તવિજ્ઞાનજગત માટે જ નહીંપરંતુ આખી માનવજાતમાટે એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકતથા એક ઉચ્ચ માનવીય ગુણોવાળા આદર્શ ચરિત્રસમાન છે. જે સમયમાંમહિલાઓને સમાજમાં એકવ્યક્તિ તરીકેનું કોઈ સન્માન નહોતું, ઉચ્ચશિક્ષણ લેવાનો અધિકારનહોતો, યુનિવ'સટી અને વિજ્ઞાનના ક્ષેત્રમાંમહિલાઓ માટે રીતસરની પ્રવેશબંધી હતી ત્યારે મેડમક્યૂરી આવા તમામ બંધનોતોડી નાખીને વિજ્ઞાનસંશોધનમાં એક ઉચ્ચ શિખરેપહોંચ્યા. જાણે કે ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆતથઈ.

બાળપણ અને શિક્ષણ :- જગવિખ્યાત ખગોળશાસ્ત્રી કોપરનિકસનીભૂમિ પોલેન્ડ દેશના વોરસોશહેરમાં તા.૭ નવેમ્બર,૧૮૬૭ના રોજ મેડમક્યૂરીનો જન્મ થયો હતો.પોલેન્ડ દેશ એ સમયેરશિયાની ઝારશાહી નીચે ગુલામ દેશ હતો. ઝારશાસકોએ આખા પોલેન્ડમાંગીત-સંગીત, મહિલાઓમાટે ઉચ્ચ શિક્ષણ અનેપોશિ ભાષા ભણવા પર સખત પ્રતિબંભ મૂક્યોહતો. છોકરીઓ માટે ઉચ્ચશિક્ષણ પર પ્રતિબંધ હોવાથીતેઓને પેરિસ જઈનેઅભ્યાસ કરવો પડતો.૧૮૯૧માં માન્યાપેરિસની સોરબોનયુનિવર્સિટીમાં વિજ્ઞાનની વિદ્યાર્થિની તરીકે દાખલ થાય છે. ૧૮૯૩માં મેરીભૌતિક વિજ્ઞાનમાં પ્રથમનંબરે અને બીજા જ વર્ષેગણિતમાં પણ એમ.એ.નીડિગ્રી મેળવે છે. આદરમ્યાન મેરી ફ્રેન્ચભૌતિકશાસ્ત્રી પિયરી ક્યૂરીના પરિચયમાં આવેછે. પિયરી ક્યૂરી ફ્રાન્સના બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો માંગણના ધરાવતી એકવિજ્ઞાન સમર્પિત વ્યક્તિ હતા. તેઓ નોકરીની સાથેસાથે પોતાનું વિજ્ઞાનસંશોધનનું કામ કરતા હતા. ર૬ જુલાઈ ૧૮૯પના રોજ મેરી અનેપિયૂરી ક્યૂરી લગ્ન કરે છે.બંને સ્વતંત્ર વિચારક હતા.

રેડિયમની શોધ :- એ સમયે હેનરીબેકરલ નામના એક વૈજ્ઞાનિકે યુરેનિયમ નામનીધાતુની વિશિષ્ટ તપાસ કરીહતી. તેમણે જોયું કેયુરેનિયમમાંથી અંધકારમાં આપોઆપ જ કોઈ અજાણ્યાપ્રકારના કિરણો પ્રગટ થાયછે. જેને પાછળથી મેરીક્યૂરએ રેડિયો એક્ટિવિટીનામ આપ્યું હતું. પણ આરેડિએશનની પ્રકૃતિ અનેતેનું ઉદ્ભવસ્થાન એક કોયડો જ હતો. ડોક્ટરની થીસીસ (શોધનિબંધ) માટેશોધખોળના વિષય તરીકેમેરી ક્યૂરીએ આ વિષયનેપસંદ કરી લીધો. વિષય તો મળ્યો પરંતુપ્રયોગશાફ્રા અને સાધનો તોહતા નહીં. સોરબોનયુનિવ'સટીથી માંડીને અનેકજગ્યાએ ખૂબ જ પ્રયત્નોકરવા છતાંય ક્યૂરી દંપતીનેપ્રયોગો કરવા માટે એકનાનકડી જગ્યા આપવા કોઈતેયાર થયું નહીં. રેડિયમ મેળવવા માટે એની કાચીધાતુ તરીકે પુષ્કળ જથ્થામાં પીચબ્લેન્ડની પણ જરૂર પડે.જેને ખરીદવા માટેના ખૂબપૈસા જોઈએ તેની પણ કોઈવ્યવસ્થા થઈ શકે એમ હતુંનહીં. છેવટે એક ખંડેર જેવીપતરાના ટીનશેડની એક નાનકડી જગ્યા મફ્રી. જેનેએક ઝૂંપડું પણ ના કહીશકાય. ઉનાફ્રામાં ઝૂંપડુંભઠ્ઠી જેવું થઈ જતું, શિયાફ્રામાં બરફ જેવું થઈ જતું ને વરસાદમાં બધેથીપાણી ટપકતું. આ હતી ક્યૂરીદંપતીની પ્રયોગશાફ્રા. ગરીબી એટલી હતી કેપીચબ્લેન્ડ તેઓ ખરીદીશક્યા નહીં. અંતે એકકારખાનાના માલિક પાસેપીચબ્લેન્ડના અવશેષોભંગારના રૂપમાં નકામાપડી રહ્યા હતા. જે ક્યૂરીદંપતી માંડ માંડ મેફ્રવી શક્યા. ૮ ટન જેટલુંપીચબ્લેન્ડના લાવવામાંઆવ્યું. આ જથ્થામાં રેડિયમછૂપાયેલું પડ્યું છે એ વિચારતા જં મેરી ક્યૂરીઆનંદમાં આવી ગયા.મેરીને કોઈપણ ભોગેરેડિયમ શોધવું હતું.આવી પરિસ્થિતિમાંક્યૂરી દંપતીએ ચાર વર્ષ૧૮૯૮થી ૧૯૦ર પસાર કર્યા. સતત ચાર વર્ષ સુધી દિવસ-રાત,ખાવા-પીવા ઊંઘની ચિંતાવગર ૮ ટન પીચબ્લેન્ડકડાઈમાં ઉકાળ્યા કર્યું અને છેવટે તેમને એક દશાંશ ગ્રામ શુદ્ધરેડિયમ મળ્યું. રેડિયમનીશોધનો પ્રચાર દુનિયાભરનાતમામ દેશોમાં જોરશોરથીથઈ ગયો. દુનિયાના સેંકડો વૈજ્ઞાનિકોએ અભિનંદનપત્રોનો ખડકલોકરી દીધો.

પેટન્ટનો ઈન્કાર :- કેટલાક ફ્રેન્ચ ડોક્ટરોએદર્દીઓ ઉપર રેડિયમથેરાપીની પ્રથમ સફળતામેળવી. આ પદ્ધતિને 'ક્યૂરીથેરાપી' નામ આપવામાંઆવ્યું. આને કારણે રેડિયમની શોધનું મહત્ત્વઅનેકગણું વધી ગયું. પરંતુક્યૂરી દંપતીએ રેડિયમનીશોધને દુનિયાના લોકો માટેખુલ્લી મૂકી દીધી. તેમણેજાહેર કર્યું, રેડિયમનોઉપયોગ દર્દીઓના ઉપચારમાટે જ થશે. અમે તેનો વ્યાપારિક લાભ બિલકુલઉઠાવવા નથી માંગતા.ભયંકર દર્દો, ચાંદા, કેન્સર મટાડવામાં તેને ઉપયોગી બનાવવાની અનેક શોધોચાલુ થઈ ગઈ. કેટલાકલોકોએ તેનો ધંધાદારી ફાયદો ઉઠાવવાનું પણશરૂ કરી દીધું.અનેકલોકોએ પેટન્ટકઢાવવા માટે આગ્રહ કર્યો.મેરીએ કહ્યું, એ કેવી રીતે બને ? પેટન્ટ મેળવવી એ વૈજ્ઞાનિક ભાવનાની પ્રતિકૂળ વાત છે.વળી કોઈએ સલાહ આપીપેટન્ટ લેવાથી અઢળક પૈસામળશે. તમારી ગરીબી અને ભૂખમરો ટળશે અને આગળવધુ સંશોધનો કરવા માટે તમારી પોતાની પ્રયોગશાળા ઊભી કરીશકશો. મેરી એ હસીનેજવાબ આપ્યો : ભૌતિકવિજ્ઞાનીઓ પોતાની શોધનેસંપૂર્ણ રીતે જાહેર કરે છે. જોઅમારી શોધનું કોઈ વ્યવસાયિક (ધંધાદારી)ભવિષ્ય પણ છે, તો તે એકસંજોગ છે. તેનાથી અમારેલાભ ન ઉઠાવવો જોઈએ. અને હવે રેડિયમબીમારીઓને સારી કરવામાંઉપયોગી થવા જઈ રહ્યું છે ત્યારે તેનાથી લાભ ઉઠાવવો (મેળવવો) અશક્ય છે.આમ, ગરીબાઈ અને પૈસાબેમાંથી એકની હંમેશને માટેદંપતીએ પોતાની પસંદગી કરી લીધી. રેડિયમ મેળવવાની તમામ માહિતીદુનિયાભરના દેશોમાંમોકલી આપી.

નોબલ પારિતોષિક :- દુનિયાના અનેક દેશોએતથા સેકંડો યુનિવ'સટીઓએ ક્યૂરીદંપતીને ઈનામો આપ્યા,પોતાને ત્યાં વકતવ્યો માટે આમંત્રણો આપ્યા.દુનિયાભરના અનેક વિજ્ઞાનમંડળોએ મેરીક્યૂરીને પોતાની સંસ્થાનાસભ્યપદનું માન આપ્યું. જીવ્યા ત્યાં સુધી અનેકઈનામો અને ઢગલાબંધ ચંદ્રકો મળતા રહ્યા. ૧૯૦૩ના ડિસેમ્બરમાંસ્વીડનની એકેડમીએ જાહેરકર્યું, ભૌતિક શાસ્ત્રમાં આવર્ષનું નોબલ પ્રાઈઝ હેનરી બેકરેલ અને ક્યૂરી દંપતીવચ્ચે વહેંચવામાં આવ્યું છે.ઈ.સ.૧૯૧૧માં મેડમક્યૂરીને રેડિયમ અને પોલોનિયમની પ્રકૃતિ અનેતેમના સંયોજનના અભ્યાસ થકી રાસાયણ વિજ્ઞાનનેસમૃદ્ધ કરવા બદલ ફરીથી નોબલ પારિતોષિક આપવામાં આવ્યું. આવુંસન્માન બે વખત હજુ સુધીકોઈને મળ્યું નથી.

પ્રથમ વિશ્વયુદ્ધ :-૧૯૧૪માં પ્રથમવિશ્વયુદ્ધ શરૂ થયું. જર્મનીએ ફ્રાન્સ પર આક્રમણ કર્યું. ફ્રાન્સમાં પોતે પરદેશી છેએનો ક્યારેય વિચાર કર્યોનહીં. તેમણે તરત જ નક્કીકરી લીધું. મુશ્કેલીનાસમયે વિજ્ઞાનને પડતુંમૂકીને ફ્રાન્સની પડખેઊભું રહેવું. તેમણે જરાપણ વિલંબ કર્યા વગરપોતાનું તમામ સંશોધનસ્થગિત કરીને પ્રયોગ શાળાને તાળું મારી દીધું.મહાન વૈજ્ઞાનિક રોન્ટજનેશોધેલા ક્ષ-કિરણોનીમદદથી સૈનિકોની સારવાર કરવાનું નક્કી કર્યું.

ફ્રાન્સ સરકારે જર્મનીનો સામનો કરવા અને યુદ્ધના ખર્ચનેપહોંચી વળવા માટે દેશની જનતાને પોતાનું સોનું આપી દેવા અનેલોન પેટે નાણા આપવા અપીલ કરી. મેડમક્યૂરીએ પોતાની પાસે જેથોડું ઘણું સોનું હતું તેઅને પોતાને મળેલા તમામ ઈનામો ચંદ્રકો તથા નોબલ પારિતોષિકના પૈસા રાજ્યને આપી દેવાનુંનક્કી કર્યું. આવો હતોતેમનો દેશપ્રેમ !

અંતિમ દિવસો :- છેલ્લા ૩પ વર્ષથી તેઓ રેડિયમ સાથે કામકરતા આવ્યા હતા.તેમના શ્વાસમાં પણ એવાતાવરણની અસર થઈહતી. ૧૯૩૩માં એકદિવસ તબિયત સારી ન હોવા છતાં પ્રયોગશાફ્રામાં ખૂબ મોડેસુધી કામ કરતા હતા. આદરમ્યાન જ તેમને તાવચઢ્યો. વધુ કામ ન કરીશક્યા. છેવટે ઘેર જવાનીકળ્યા. જતા જતાં એમના પ્રિય બગીચામાંઆંટો મારતા ગયા.ઘેર આવીનેપથારીમાં પડ્યા. આપથારીમાંથી તેઓ ફરીક્યારેય ઊભા ન થઈ શક્યા. ડોક્ટરે જીવલેણક્ષયરોગનું નિદાન કર્યું. ૪ જુલાઈ ૧૯૩૪ના રોજ તેમનું મૃત્યુ થયું. ડોક્ટરોએ જણાવ્યું કેરેડિયમે મેડમ ક્યૂરીનોભોગ લીધો છે. રેડિયમ અંગેનું સંશોધન જ એમના મોત માટેજવાબદાર ઠર્યું. દુનિયાભરના દર્દીઓનીસારવાર માટે રેડિયમનીશોધ કરીને મેડમ ક્યૂરીએ પોતાનું આખું જીવન અર્પણકરી દીધું.

(12:41 pm IST)