Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ધન્ય ઘડી રળિયામણી, એડવોકેટ હરેશ સોરઠિયાને વર્ષગાંઠની વધામણી

રાજકોટ : જાણીતા યુવા એડવોકેટ શ્રી હરેશ જસમતભાઇ સોરઠિયા માટે આજના સુરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે તેમનો જન્મ ૧૯૮૪ વર્ષની ૧૫ ઓકટોબરે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ સરધાર નજીકના હરીપરના વતની છે. સીનીયર એડવોકેટ જી.એલ. રામાણીના માર્ગદર્શન હેઠળ તેમની સાથે રેવન્યુ પ્રેકટીશ કરી રહયા છે. પરિણામલક્ષી કામગીરીમાં માને છે. તેઓ આજે વર્ષગાંઠની શુભેચ્છાવર્ષાથી ભીંજાઇ રહયા છે. (મો. ૯૯૦૯૮ ૯૧૯૪૩ રાજકોટ)

(4:24 pm IST)