Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ઝવેરચંદ મેઘાણીના ભાણેજ દિનેશભાઇ પારેખનો જન્મદિવસ

રાજકોટ તા. ૧પઃ સમાજ સેવા, વેપાર, રમત ગમત, સાહિત્ય ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી સાથે સફળતમ જીવન યાત્રાના ૭૬ વર્ષ પૂર્ણ કરી રહેલ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે સાથે સંકળાયેલા દિનેશભાઇ પારેખ રાજકોટની ખ્યાતનામ ૭૦ વર્ષ જુની પેઢી વિકાસ કોર્પોરેશનના માલિક છે.

દાયકાઓથી મેસી-ફર્ગ્યુસન ટ્રેકટરની એજન્સી ધરાવે છે. ઉપરાંત તેઓ 'યામાહા' મોટર સાઇકલની એજન્સી ધરાવે છે.

વેપાર ધંધામાં ટોચ પર પહોંચેલા દિનેશભાઇ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ભાણેજ હોવાથી-લોક સાહિત્ય અને લોક સંગીત માટે ખુબ જ સક્રિય કાર્યકર છે. હાલમાં તેઓ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના સંગીત નાટય ભારતી તથા એ. વી. જસાણી હાઇસ્કુલના પ્રમુખ છે તથા રાજકોટ જીમખાનામાં પણ વાઇસ પ્રેસીડેન્ટ છે. તદ્દઉપરાંત કેન્સર હોસ્પીટલ, સંગીત નાટય ભારતી વગેરેમાં ટ્રસ્ટી છે.  રેસકોર્ષ કો.ઓ.હા. સોસાયટીના પણ પ્રમુખ છે તથા વોકહાર્ટઝ હોસ્પીટલના મેમ્બર છે.

ઉપરાંત અમરેલી જીલ્લાના વડિયા દેવળી ગામમાં કન્યાશાળા તથા પ્રાથમિક શાળામાં પણ મેનેજીંગ ટ્રસ્ટી છે. તેમના મોબાઇલ નં. ૯૮રપ૦ ૭૮૯૮૯ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:23 pm IST)