Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન માંકડીયાનો આજે જન્મદિન

રાજકોટઃ શહેર મહિલા મોરચાના મહામંત્રી તેમજ શિક્ષણ સમિતિ સદસ્ય શ્રીમતી કિરણબેન માંકડીયા યશસ્વી જીવનના ૪૮ વર્ષમાં પ્રવેશ કરે છે. કિરણબેન પોતાના શોખના વિષય પોલીટીકલ સાયન્સના સ્પેશયલ વિષય સાથે બી.એ વિથ ઇંગ્લીશની ઉચ્ચશિક્ષણની પદવી હાંસલ કરી ભાજપમાં પર્દાપણ કરવાની સાથે સામાજીક અને સેવાકીય પ્રવૃતિ જેવી કે ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, પતંજલી યોગ સમિતિના રાજકોટ જીલ્લા સહ પ્રભારી, કિલ્લોલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તરીકે તેમજ સર્જન ફાઉન્ડેશનના ટ્રસ્ટી  સહિતની સંસ્થાઓમાં કાર્યરત છે. કિરણબેન માંકડીયા નો (મો.૯૪૨૭૫૬૫૦૧૯) રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભાવી શ્રીમતી અંજલીબેન રૂપાણી, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, ભાજપ મહિલા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહિલા મોરચાના મહામંત્રી પુનિતાબેન પારેખ, શિક્ષણસમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસ ચેરમેન અલ્કાબેન કામદાર વિધાનસભા ૬૯ના વાલી નિતિનભાઇ ભારદ્વાજ, મહાનગરપાલીકા શાસકપક્ષના દંડક શ્રી રાજુભાઇ અઘેરા, શિક્ષણ સમિતિ સદસ્ય કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા  જગદિશભાઇ ભોજાણી ભાવેશભાઇ દેથરીયા, સંજયભાઇ હિરાણી, ડોે. ગૌરવીબેન ધ્રુવ, ભારતીબેન રાવલ, તથા શહેર મહિલા  અગ્રણી બીનાબેન આચાર્ય, રુપાબેન શીલુ, કંચનબેન સિધ્ધપુરા, રક્ષાબેન બોળીયા, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાઘાણી, પટેલ કોમ્પ્યુટર્સવાળા  સુરેશભાઇ પટેલ, બાન લેબ્સના મૌલેશભાઇ ઉકાણી, ફિલ્ડમાર્શલ વાળા અરવિંદભાઇ કણસાગરા, ગૌતમભાઇ ધમસાણીયા, મનીષભાઇ ચાંગેલા, બીપીનભાઇ હદવાણી, ભીખુભાઇ વિરાણી, અનુપમભાઇ દોશી વિગેરેએ  શુભેચ્છા પાઠવી છે.

(12:45 pm IST)