Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

જય ધાવડી માં ગ્રુપના પ્રમુખ વિજય ભાલીયાનો કાલે જન્મદિન

રાજકોટ : જય ધાવડી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ભાલીયાનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી સોમાભાઈ ભાલીયાના પુત્ર છે. દર શનિવારે ચોટીલા જતા પદયાત્રિકો માટે પાણીની સેવા આપે છે. તેમના જન્મદિવસ નિમિતે કાળાસરની જગ્યાના મહંત શ્રી વાલજી ભગત, દેવાબાપા જગ્યાના મહંત શ્રી વીરજી ભગત, ગુજરાત સરકારના વાઈસ ચેરમેન ભુપતભાઈ ડાભી, દેવાંગભાઈ કુકાવા વિ.એ શુભેચ્છા આપી છે. (મો.૯૮૭૯૯ ૬૮૨૩૬)

(11:36 am IST)