Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રાજકોટના યુવા એડવોકેટ ભરત સીતાપરાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૭ : રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભરત ડી.સીતાપરાએ રાજકોટ ખાતેથી જુનીયર એડવોકેટ તરીકે એડવોકેટ હરેશ બી.પરસોંડા તથા શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાત શરૂઆત કરેલી અને હાલમાં તેઓની ગુજરાત બાર કાઉન્સીલમાંથી વકીલાત માટે સનંદ મેળવેલ હોય તેથી રાજકોટના કોળી સમાજમાં વધુ એક યુવાન એડવોકેટ તરીકે તેઓએ કાયદાકીય વ્યવસાયમાં ઝંપલાવેલ છે અને તેઓ છેલ્લા ઘણા વર્ષથી જુનીયર એડવોકેટ તરીકે તેઓએ પોતાના સારા-સ્વભાવથી વકીલ મિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે આ યુવા એડવોકેટને રેવન્યુ સીવીલ તથા ક્રિમનલ પ્રેકટીસમાં ખુબ સારૂ જ્ઞાન ધરાવે છે તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે અને આ યુવાન એડવોકેટની ખાસ કરીને આવડત એ છેકે તેઓ પોતે એક ખેડુતપુત્ર હોવા છતા પોતાની રીતે અભ્યાસ કરીને જાત મહેનતથી વકીલાતની ડિગ્રી પ્રાપ્ત કરેલ અને કોળી સમાજમા એક સારા યુવાન એડવોકેટ તરીકે વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે તેમજ રાજકોટ બાર એસોસએશનના તમામ વકીલ મીત્રો સાથે ખુબજ મળતાવળો સ્વભાવના કારણે બોહળો મિત્ર વર્ગ ધરાવે છે. તેઓ પોતાની ઓફીસ જી/પ-શ્રી ગોકુલ કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફલોર, સીવીલ કોર્ટ બિલ્ડીંગ સામે, મોચી બજાર, રાજકોટ ખાતે ધરાવે છે. આજ રોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મીત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મો. ૯૭૧ર૬ પ૭૮૯૯ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(4:06 pm IST)