Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ખંભાળીયાના પત્રકાર જીલ્લા આચાર્ય સંઘ બ્રહ્મ સમાજ પ્રમુખ હિતેન્દ્ર આચાર્યનો જન્મદિન

ખંભાળીયા તા ૧૬ : દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાના પત્રકાર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા આચાર્ય સંઘ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ હિતેન્દ્રભાઇ ડી. આચાર્યનો આજે જન્મદિવસ છે.

૩૧ વર્ષથી શિક્ષણ તથા પત્રકારત્વ સાથે સંકળાયેલા શ્રી હિતેન્દ્ર આચાર્ય હાલ દેવભૂમિ દ્વારકાના આચાર્યસંઘના પ્રમુખ તરીકે , બ્રહ્મસમાજના જીલ્લા પ્રમુખ તરીક,ે જિલ્લા પોલીસ સેવા સલાહકાર ના સદસ્ય, ભાજપ મીડીયા સેલના કન્વીનર ,રેલ્વે પેસેન્જર એસો. ના ઉપ પ્રમુખ, રામનાથ ગોૈશાળાના ટ્રસ્ટી, પ્રજાબંધુ ફ્રી લાયબ્રેરીના ટ્રસ્ટી, ગ્રાહક સુરક્ષા મંડળના સદસ્ય, ખંભાળીયા પ્રેસ કલબના ઉપ પ્રમુખ તથા ખંભાળીયા તાલુકા હાઇસ્કૂલના લાયઝન સંયોજક તથા  નોબત દૈનિકના પત્રકાર તરીકે તથા  રાજય આચાર્ય સંઘના પ્રવકતા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તથા ૩૧ વર્ષથી વિજય ચેરીટેબલ ટ્રસ્ટ શાળાના પ્રિન્સીપાલ છે.

અગાઉ દેવભૂમિ જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ તરીકે તથા કર્મયોગી તાલીમો માં તજજ્ઞ તરીકે, જામનગર આચાર્ય સંઘમાં પાંચ-પાંચ ટર્મ સુધી મહામંત્રી તરીકે ફરજ બજાવી ચુકયા છે.

તેઓ ૫૫ માં વર્ષમાં પ્રવેશતા મો.નં. ૯૮૨૪૨૩૫૮૫૯ અને ૯૪૨૭૨ ૨૫૧૫૨ ઉપર શુભેચ્છા વર્ષી રહી છે.

(12:40 pm IST)