Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્કના એમ.ડી. ચંદુભાઇ સંઘાણીનો જન્મદિન

અમરેલી, તા. ૧ : જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના એમ.ડી. અને નીરાધાર દિકરીઓ માટે સતત અને સેવારત એવા સેવાભાવી ચંદુભાઇ સંઘણીનો આજે જન્મદિવસ છે. ચંદુભાઇએ આજે પ૩ વર્ષ પુરા કરી પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પોતાના જ જન્મદિને મહિલા વિકાસ ગૃહની નિરાધાર બાળાઓને ડ્રેસ વિતરણ કરી ભોજન કરાવશે આમ સેવાપ્રવૃતિ સાથે જન્મદિનની ઉજવણી કરશે. ચંદુભાઇ સંઘાણીના જન્મદિન નિમિત્તે સાર્વત્રીકે અભિનંદન (મો. નં. ૯૪ર૬૭૧૬રર૬) નો ધોધ વહેતો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદુભાઇ સંઘાણીના સહયોગથી આગામી તા. ર૦ મીએ નિરાધાર દિકરીના લગ્નપણ યોજાનાર છે.

(1:09 pm IST)