Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2024

કાલે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારથીનો જન્મદિન

રાજકોટ : રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારથીનો જન્મ તા. ૧૭ માર્ચ ૧૯૭૪ ના દિવસે થયેલ. તેણી ર૦૦પ ની બેંચના આઇએએસ કેડરના અધિકારી અને મુળ આંધ્ર પ્રદેશના વતની છે. ભુતકાળમાં ડભોઇ (વડોદરા)માં પ્રાંત અધિકારી વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી, સુરતમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, પંચમહાલ અને વડોદરામાં જીલ્લા કલેકટર, ચૂંટણી પંચમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી રાજયમાં સર્વશિક્ષા અભિયાન નિયામક અને પ્રાથમિક શિક્ષણ કમિશ્નર શ્રમ કમીશ્નર વગેરે પદ પર રહી ચૂકયા છે. આવતીકાલે એકાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦ ૩૧૬,  મો. ૯૯૭૮૪ ૦૮પ૪પ ગાંધીનગર

(12:21 pm IST)