Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજકોટ મ.ન.પા.ના ચીફ એકાઉન્‍ટન્‍ટ અમિત સવજીયાણીનો જન્‍મદિન

રાજકોટ : મ્‍યુ. કોર્પોરેશનના ચીફ એકાઉન્‍ટન્‍ટ અમિત લલિતભાઇ સવજીયાણીનો આજે તા. ૩૦ માર્ચના જન્‍મદિવસ છે. મૂળ જામજોધપુરના વતની રાજકોટને ૨૦ વર્ષની કર્મભૂમિ બનાવી છે .તેઓએ ૪૬માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મ્‍યુ. કોર્પોરેશનમાં ૨૦૦૫માં ડેપ્‍યુટી ચીફ એકાઉન્‍ટન્‍ટની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. વર્ષ ૨૦૧૬થી ચીફ એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ર૦ર૦-ર૧નું વર્ષ કોરોનાને કારણે સમગ્ર માનવજાત માટે મુશ્‍કેલ હતું. લોકડાઉન જેવી વિકરાળ સમસ્‍યાને કારણે બેકારી-ગરીબી ફાટી નિકળી આ સંજોગોમાં મ.ન.પા.ની તિજોરીને પણ માઠી અસર પહોંચી આવકની તંગી હોવા છતાં આરોગ્‍ય ક્ષેત્રે વધારાનો ખર્ચ કરવો પડયો હતો. આ તમામ પડકારો ઝીલીને પણ તંત્રની આર્થીક સ્‍થીતીને ડામાડોળ થતી અટકાવી અને ચાલુ પ્રોજેકટો ચાલુ કરવા તથા હવે નવા વર્ષના પ્રોજેકટો ચાલુ કરવા તેની આવક અને ખર્ચના ચોક્કસ અંદાજો મુકવા. આવી તમામ મુશ્‍કેલી વિ.બાબતોનો સામનો કરી શ્રી સવજીયાણીની ટીમે દિવસ-રાત એક કરીને નવા કરબોજ વગરનું લોકભોગ્‍ય બજેટ આપવાનો સફળ પ્રયાસ કરી જે ખરેખર પ્રશંસનીય અને હિંમતભર્યુ કાર્ય છે.

આજે અમીતભાઇના જન્‍મદિવસે મ.ન.પા.ના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય આગેવાનો, શુભેચ્‍છકો, મિત્રો તથા પરિવારજનો દ્વારા (મો. ૯૭૧૪૯ ૬૮૬૮૬) પર શુભેચ્‍છા વર્ષા વરસી રહી છે.

 

 

(12:34 pm IST)