Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જુનાગઢ વેપારી અગ્રણી હરેશભાઇ શીલુનો જન્મદિવસ

જુનાગઢ : રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી વેપારી હરેશભાઇ દેવજીભાઇ શીલુનો કાલે ૬૧મો જન્મદિવસ છે.

તા.ર૮-૩-૧૯૬૦ના રોજ માળીયા હાટીના જલંધર ગીર ખાતે નગરશેઠ દેવજીભાઇ જેઠાભાઇ શીલુ અને મણિબેનને ત્યાં જન્મેલ હરેશભાઇ કોલેજમાં બીકોમ સુધીનો અભ્યાસ કરી રાજકોટ ખાતે આવી કર્મભુમી બનાવી આજથી ચાર દાયકા પુર્વે લોખંડ અને સ્ક્રેપનો ઓમ એન્ટરપ્રાઇઝના નામે વ્યવસાય શરૂ કર્યો. આજે તેઓ ગુજરાત રાજય ઉપરાંત અન્ય રાજયોમાં એકસપોર્ટ કરે છે. જ્ઞાતિ અને સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા હરેશભાઇ કાલે ૬૦ વર્ષ પુરા કરી ૬૧માં પ્રવેશી રહયા છે. તયારે તેમના શુભેચ્છકો મો.નં.૯૮રપ૦ ૭૪૯૦૩ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(12:59 pm IST)