Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પક્ષીઓને ૬૨ કિલો ચણ અર્પણ કરી જન્મદિન ઉજવશે

રાજકોટ જીલ્લા ભાજપ મિડીયા ઇન્ચાર્જ અરૂણ નિર્મળનો કાલે જન્મદિન

રાજકોટઃ  તા.૨૭, રાજકોટ જીલ્લા ભાજપના પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય અરુણભાઈ નિર્મળ આવતીકાલે રવિવાર તા.૨૮ના રોજ ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં   પ્રવેશ કરી રહ્યા છે. જેઓ શિશુવયથી    સંઘમાં કાર્યરત છે. 

 જીવદયાપ્રેમી એવા અરુણ નિર્મળ હાલમાં જીલ્લામાં મીડિયાની જવાબદારી ઉપરાંત ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મેમ્બર, રાજકોટ નાગરિક સહકારી બેંક કમિટી મેમ્બર, જીવદયા ગ્રુપ, સર્જન ફાઉન્ડેશનમાં  સેવા આપી રહ્યા છે. આ વર્ષે પક્ષીઓને ૬૨ કિલો ચણ અર્પણ કરીને જન્મદિવસ ઉજવશે.  સરળ સ્વભાવના અરુણભાઈના જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ(મો.૯૮૨૪૪ ૧૬૬૩૯, ૮૩૨૦૪ ૨૯૫૨૮) શુભેચ્છા મળી રહી છે.

(11:44 am IST)