Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કેઇઝન ગ્રુપના વસીમ માકડાનો જન્મ દિવસ : શુભેચ્છાઓ વર્ષી

રાજકોટ તા. ૨૮ : છેલ્લા ૧૨ વર્ષથી કેઇઝન ગ્રુપના સીઇઓ તરીકે કાર્યરત વસીમ માકડાનો આજે જન્મ દિવસ છે. એમ.બી.એ., એલ.એલ.બી., બી.જે.એમ.સી., બી.કોમ.નો અભ્યાસ કર્યા બાદ છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતની ટોપ કોલેજમાં માર્કેટીંગ વિષય પર વિઝીટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપી વિદ્યાર્થીઓને પ્રેકટીકલ  નોલેજ આપી રહ્યા છે. તેઓ કેઇઝન ટાઇમ્સ ન્યુઝ પેપરના તંત્રી, કેઇઝન એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, કેઇઝન યુવા ગ્રુપના પ્રમુખ ઉપરાંત ઘણી શૈક્ષણિક, સામાજીક સંસ્થાઓ સાથે જોડાઇને ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા ૧૨ વર્ષથી ધો. ૧૨ અને કોલેજ પછી શું એ વિષય પર ૫૦ થી વધુ સેમીનાર અને એજયુકેશન ફેર યોજી ચુકયા છે. આજે જન્મ દિવસ નિમિતે વસીમ માકડા (મો.૯૮૨૪૫ ૮૬૫૬૧) પર ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(4:02 pm IST)