Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટના મદદનીશ સરકારી વકીલ રક્ષિત કલોલાનો હેપી બર્થ-ડે

રાજકોટ, તા.ર૭ :  રાજકોટ ડીસ્ટ્રીકટ  કોર્ટમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલ શ્રી રક્ષિત વી. કલોલાનો આજરોજ તા. ર૭-૦પ-ર૦ર૦ના રોજ જન્મ દિવસ છે.  જેમણે જીવનરૂપી સફરમાં ૪૧માં વર્ષમાં પ્રવેશેલે છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઇ સંઘની અનેક વિધ શાખાઓમાં કાર્યરત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરી અને આંદોલનો કરી અનેક પ્રશ્નોને વાચા આપી છે. ભૂકંપ સમયે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સેવા ભારતીય સંસ્થામાં ત્રણ વર્ષ પુર્ણ સમય કામ કર્યુ છે અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવી છે. તેમજ હાલમાં હિન્દુ જાગરણ મંચ રાજકોટ શહેર અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમજ રાજકોટ શહેરની નામાંકિત સામાજિક સંસ્થા રજવાડી ફેમીલી કલબના પ્રેસીડેન્ટ તરીકે કાર્યરત છે. તેમજ મદદનીશ સરકારી વકીલ તરીકે રાજકોટ ખાતે છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી રાજકોટના અનેક નામાંકિત અને ચકચારી કેસોમાં સરકારપક્ષે નીડરતાથી અને નિષ્પક્ષતાથી પોતાની ફરજ બજાવી છે. તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો, સ્નેહીઓ, સગા વ્હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો. નં. ૯૪ર૬ર ૬૮૬૮પ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(3:36 pm IST)