Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

મ્યુ.કોર્પોરેશન હાઉસિંગ સમિતિ ચેરપર્સન જયાબેન હરિભાઇ ડાંગરનો આજે જન્મદિવસ

રાજકોટઃ વોર્ડ ૧૩ના જાગૃત કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગરનો આજે તા.૨૧ મેના જન્મદિવસ છે. જયાબેન ડાંગર રાજકોટ મહાનગરપાલિકામાં હાલમાં હાઉસિંગ સમિતિના ચેરમેન તરીકે સેવાકાર્યો કરી રહ્યા છે. તેઓ એ અગાઉ એસ્ટેટ વિભાગના ચેરમેન તરીકે અનેક વિકાસ કાર્યો કર્યા છે. હાલમાં હાઉસિંગ સમિતિના ચેરમેન તરીકે શહેરમાં જુદા જુદા વિસ્તારનાં રૂ.૩૭૨ કરોડના ખર્ચની આવાસ યોજનાની મંજુરી આપી મહિલા દિવસે રાજકોટવાસીઓને અનેરી ભેટ આપેલ હતી. તેવી અનેકવિધ યોજનાઓ તેવો દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. કોર્પોરેટર તરીકે પણ પોતાની ફરજ એક જાગૃત કોર્પોરેટર તરીકે ખુબ જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે.વર્તમાન પરિસ્થિતીમાં પણ જરૂરિયાત મંદ પરિવારોને માસ્ક, રાશનકીટ, ભોજન સહિતનાં સેવાયજ્ઞમાં અગ્રેસર રહ્યા હતા. પૂર્વ કોર્પોરેટે હરિભાઇ ડાંગર (બાપલીયા)ના સેવાકાર્યોને તેઓએ આગળ ધપાવેલ છે. હરિભાઇ ડાંગરનો પરિવાર હર હમેંશા દરેક સુખ દુઃખમાં મતદારોની સાથે હોય છે. આજે તેમના જન્મદિવસે રાજકીય, મિત્રો, શુભેચ્છકો દ્વારા (મો.નં.૯૯૭૪૩ ૪૩૬૪૩) ઉપર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(12:50 pm IST)