Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જસદણ કોંગ્રેસ મિડીયા સેલના કોર્ડીનેટર મેહુલભાઈ સંઘવીનો આજે જન્મદિવસ

જસદણ તા.૨૨: જસદણ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ સોશિયલ મિડીયા ડિપાર્ટમેન્ટ ના કોર્ડીનેટર તેમજ વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડિવીઝન ના પૂર્વ ડી.આર.યુ.સી.સી. (રેલ્વે બોર્ડ) મેમ્બર અને યુવા વેપારી અગ્રણી મેહુલભાઈ સંઘવી નો જન્મ ૨૨ જૂલાઈ ૧૯૭૪ ના રોજ થયેલ મેહુલભાઈ આજે તેમના યશસ્વી જીવનના ૪૬ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

બહોળો મિત્ર વર્તુળ ધરાવતા મેહુલભાઈ એ ૧૯૯૨ થી જાહેર જીવનની શરૂઆત કરી યુવા લડાયક નેતા તરીકે ની નામના મેળવનાર મેહુલભાઈ એ જસદણ શહેરના વેપારીઓ તેમજ શહેરીજનો ના વિવિધ પ્રશ્ને અગ્રેસર રહી સારી એવી લોકચાહના હાંસલ કરી છે.

સોશિયલ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવનાર મેહુલભાઈ એ પોતાની કોઠાસૂઝ થી સોશિયલ મિડીયા ક્ષેત્રે ફેસબુક - વોટ્સએપ - ટવિટર - ના માધ્યમ થી લોક પ્રશ્નો ને વાચા આપવા - કોંગ્રેસના પ્રજાલક્ષી કાર્યો ને લોકો સુધી પહોંચાડવા - ભ્રષ્ટાચારીઓ ને ખુલ્લા પાડવા - વિરોધીઓને યોગ્ય જવાબ આપવા તેમજ દેશ અને દુનિયા માં બનતી વિવિધ ઘટનાઓ ની સમયસર જાણકારી પહોંચાડવી તેમજ જસદણ - વિંછીયા વિસ્તારમાં કોંગ્રેસને વધુ મજબુત બનાવવા જસદણ કોંગ્રેસ સોશિયલ મિડીયાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

હાલ ના સમયમાં સોશિયલ મિડીયા ક્ષેત્રે જસદણ કોંગ્રેસમાં ચાહકોની સંખ્યા વટવૃક્ષની જેમ અનેકગણી વધતી રહી છે રાજકોટ જીલ્લાથી લઈ ને પ્રદેશ કોંગ્રેસના અનેક અગ્રણી આગેવાનો તેમજ વિવિધ હોદેદારોને જસદણ કોંગ્રેસ પરિવાર સાથે જોડવા મેહુલભાઈ એ ખૂબ સારી એવી સફળતા હાંસલ કરી છે.

વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડિવીઝન માં સતત બે ટર્મ સુધી રેલ્વે બોર્ડ મેમ્બર રહી ચૂકેલા મેહુલભાઈ એ રેલ્વે સબંધીત પ્રશ્નો અંગે રાજકોટ ડિવીઝનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ની અસરકારક રજૂઆતો કરી અનેક પ્રશ્નો નો ઉકેલ લાવવામાં મહત્વની સફળતા મેળવી હતી. મેહુલભાઈ જસદણ કોંગ્રેસ પરિવાર તેમજ શહેરની વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓ સંકળાયેલા છે મેહુલભાઈ સંઘવી ના જન્મદિવસ નિમિતે આજે તેમના મોબાઈલ નં - ૮૦૦૦૦ ૯૮૯૦૦ અને ૯૪૨૭૨ ૩૮૮૮૦ ઉપર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

(11:47 am IST)