Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

શહેર ભાજપ માલધારી પ્રમુખ જીતુભાઇ કાટોડીયાનો આજે જન્મદિન

રાજકોટઃ શહેર ભાજપ માલધારી પ્રમુખશ્રી જીતુભાઇ એમ. કાટોડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ તા.૧૯/૭/૧૯૭૧ના રોજ  ખળ ખંભાળીયા મુકામે તથા ભરવાડ જ્ઞાતિમાં જન્મેલ. રાજકોટમાં ૧૯૯૭માં રૈયાનગર પાલીકામાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે કામગીરી બજાવેલ ત્યારબાદ રાજકોટ શહેર માલધારી સેલના ઉપપ્રમુખ તરીકે ૨૦૦૯થી ૨૦૧૫ સુધી તેઓ હાલમાં પણ પ્રમુખ તરીકે અને  કામગીરી બજાવી રહયા છે. મોમાઇ ગરબી મંડળના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે તેમજ હનુમાન મઢી ચોકમાં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરેલ તથા જીણોધ્ધર કરવામાં મહત્વની કામગીરી કરેલ છે. તેઓએ એફ.વાય.બીકોમ સુધીનો અભ્યાસ કરેલ છે. તથા આઇટીઆઇ એમએમવીની પદવી મેળવેલ છે. (મો.૯૯૨૫૭  ૦૪૫૪૫)

(3:34 pm IST)