Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રૂડાના પૂર્વ સી.ઈ.ઓ.ને બાવનમું બેઠુ

બહારો ફુલ બરસાઓ...ડી.ડી. જાડેજા કા જન્મદિન આયા હૈ...

રાજકોટઃ. મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પદે કાર્યરત અધિક કલેકટર શ્રી દિગ્વિજયસિંહજી ડી. જાડેજાનો જન્મ તા. ૧૬ જુલાઈ ૧૯૬૮ના દિવસે થયેલ. આજે ચમકતા દમકતા જીવનના બાવનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

મૂળ જામનગર પંથકના વતની વિજ્ઞાન સ્નાતક શ્રી ડી.ડી. જાડેજા ભૂતકાળમાં વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી, કચ્છના નખત્રાણા અને જૂનાગઢમાં પ્રાંત અધિકારી, ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક, લાઈવલીહુડ પ્રમોશન કંપનીમાં સંયુકત વહીવટી સંચાલક, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. વહીવટી તંત્રમાં પ્રતિભાવંત અધિકારી તરીકે જાણીતા છે. જોગાનુજોગ આજે ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે તેમનો જન્મદિન છે.

મો. ૯૯૭૯૦ ૭૪૭૪૭ - મોરબી

(11:46 am IST)