Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પી.એ. પ૯માં વર્ષના દ્વારે

વ્યકિત એક, વિશેષતા અનેક, એચ. એલ. જાડેજાનો જન્મદિન

રાજકોટ : ધન્ય આજની ઘડી રળિયામણી એચ. એલ. જાડેજાના જન્મદિનની વધામણી... હા, આજે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષના અંગત મદદનિશ શ્રી એચ. એલ. જાડેજાનો જન્મ દિન છે. તેમનો જન્મ તા. ૬ ડીસેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

શ્રી એચ. એલ. જાડેજા દાયકાઓથી જિલ્લા પંચાયતમાં સેવા આપે છે. હિસાબી સહિત વિવિધ શાખાઓમાં યશસ્વી કામગીરીનો તેમને બહોળો અનુભવ છે. સ્વ. મનોહરસિંહજી જાડેજા રાજય સરકારમાં પ્રધાન હતા તે વખતે તેમણે તેમના ગાંધીનગર કાર્યાલયમાં સેવા આપી હતી. જિલ્લા પંચાયત કર્મચારી સહકારી મંડળીના તેઓ પ્રમુખ છે. તેમનામાં નેતૃત્વ અને કર્તૃત્વનો સમન્વય છે. તેમના સબંધોની સૌરભ સૌરાષ્ટ્રના સીમાડા સર કરીને દૂર-દૂર સુધી મહેકેલી છે. તેઓ માને છે કે સારો માણસ શોધીએ તો થાકી જઇએ પણ માણસમાં સારૃં શોધીએ તો ફાવી જઇએ.

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો પણ એચ. એલ.  બારે માસ.... ફોન નં. ૦ર૮૧-ર૪૪૪૪ર૬

મો. ૯૮રપ૦ પ૯પર૭ રાજકોટ.

(11:56 am IST)
  • સુરત :જાપાની કંપની ઝીકાના અધિકારી આવતીકાલે સુરત અને નવસારીના ખેડૂતોની કરશે મૂલાકાત :બુલેટ ટ્રેન અને જમીન સંપાદન મુદ્દે ઝીકા કંપનીના આધિકારી ગુજરાત ખેડૂત સમાજ સાથે પણ કરશે ચર્ચા access_time 2:39 pm IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST

  • સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં SOG પોલીસનો દરોડો :રૂ. 2.77લાખનો મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાયા access_time 2:39 pm IST