Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રાજકોટના તબીબ અગ્રણી ડો.મનીષ ગોસાઇનો જન્મદિન

રાજકોટ, તા. પ :. રાજકોટના જાણીતા તબીબ અગ્રણી અને અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ડો. મનીષ ગોસાઇનો આજે જન્મદિવસ છે.

ડો.મનીષ ગોસાઇ શિશુકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તરૂણ સ્વયંસેવક તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ૧૯૮રથી ૧૯૮૩ સુધી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ જામનગરના મંત્રી તરીકે ફરજ બજાવી ચુકયા છે. ઉપરાંત ર૦૦૧ થી ર૦૦૪ સુધી વિશ્વ હિન્દુ પરીષદ રાજકોટ મહાનગરના કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવા આપી ચુકયા છે.

ડો.ગોસાઇ ર૦૦૬ થી ર૦૦૭ સુધી ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ, ર૦૦૭ થી ર૦૦૯  કન્વીનર ભાજપ ડોકટર સેલ રાજકોટ તરીકે સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ ડોકટર એસોસીએશનના પ્રેસીડેન્ટ તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે.

ડો. મનીષ ગોસાઇ કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલ પાછળ, જયોતીનગર મેઇન રોડ ઉપર શિવમ હોસ્પીટલ ધરાવે છે.  હાલમાં ફ્રેન્ડસ કલબમાં  પેટ્રન  તરીકે સેવા આપી રહ્યા છે તેમજ કુમકુમ ગ્રુપ સાથે સંકળાયેલા છે. આજે જન્મદિવસ નિમિતે ડો. મનીષ ગોસાઇના મો. ૯૮ર૪ર ૧ર૦૩૬ ઉપરજન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.(૨-૪)

(10:45 am IST)
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. access_time 5:59 pm IST

  • ગીરમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યોઃ સિંહણના ૩ બચ્ચા લાપતા: ગીર સોમનાથના આંબળાશ ગામે સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટઃ વન વિભાગે ત્વરીત તપાસ શરૂ કરી access_time 11:57 am IST

  • ભાવનગરના વરતેજ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ : પોલીસ કાફલો ધટનાસ્થળે : કોંગ્રેસના આગેવાનો પણ દોડી આવ્યા : દબાણ હટાવાનુ બંધ કરાવવા કોંગ્રેસ નેતા દોડી આવ્યા : નોટિસ વિના દબાણ હટાવવા આવ્યા હોવાનો અાક્ષેપ access_time 11:24 pm IST