Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

આઈ. એમ. એ. ગુજરાતના ઉપપ્રમુખ સૌરાષ્ટ્રના જાણીતા ફિઝીશ્યન ડો. અમિત હપાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા. ૨૬ :. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રના જાણીતા ફીઝીશ્યન-કાર્ડિયોલોજીસ્ટ ડો. અમિત હપાણીનો આજે તા. ૨૬ નવેમ્બરના રોજ જન્મ દિવસ છે. સેવાભાવી તબીબ ડો. હપાણીને જન્મ દિવસે તબીબી જગત તથા સમાજના દરેક વર્ગમાંથી શુભેચ્છા મળી રહી છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વતની વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર ડો. અમિત હપાણી તાજેતરમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાતના ઉપપ્રમુખ તરીકે બીનહરીફ ચૂંટાયા છે. તેમણે આઈ.એમ.એ.-રાજકોટના પ્રેસીડન્ટ તરીકે, ગુજરાત મેડિકલ કાઉન્સીલ અને ગુજરાત ફાર્મસી કાઉન્સીલના અને ગુજરાત લેબર વેલફેર બોર્ડમાં ડિરેકટર તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. ડો. અમિત હપાણી ભાજપ ડોકટર સેલ-સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે સળંગ ત્રીજી ટર્મથી સેવા આપે છે તથા રાજકોટ શહેર ભાજપ કારોબારીના કાયમી આમંત્રીત સભ્ય છે. ડો. હપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ મેમ્બર, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ છે. તેઓ ટ્રસ્ટી-શ્રી અરિહંત ફાઉન્ડેશન, ચેરમેન-ડેફ સોસાયટી, ડાયરેકટર-આરૂણી હોસ્પીટલ પ્રા.લી., જિલ્લા પલ્સ પોલીયો રસીકરણ સમિતિના સભ્ય ઉપરાંત શહેરની અનેક સામાજીક સંસ્થાઓમાં સેવા બજાવી રહ્યા છે. આ ઉપરાંત અગાઉ તેઓએ અનેક સર્વરોગ નિદાન કેમ્પ, લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવતા કાર્યક્રમોનું સફળ આયોજન કરેલ છે. આકાશવાણી તથા દૂરદર્શન સહિત ઈલેકટ્રોનિક મીડિયા પર તેમણે અનેક વખત લોક ઉપયોગી વાર્તાલાપ આપ્યા છે. તેઓ સામાજીક-સેવાકીય પ્રવૃતિઓ માટે હરહંમેશ તત્પર રહે છે.

તબીબી સમુદાય તથા સમગ્ર સમાજમાં બહોળી ચાહના ધરાવતા ડો. અમિત હપાણીને (મો. ૯૮૨૫૦ ૭૬૭૬૭) જૈન સમાજ સહિત સમસ્ત સમાજના અગ્રણીઓ, તબીબી વર્તુળ તથા શ્રેષ્ઠીઓ તરફથી જન્મ દિવસની શુભેચ્છા મળી રહી છે.(૨-૩)

(11:42 am IST)