Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

૬૨ વર્ષના યુવાન એવા મારૂતી કુરીયરના ચેરમેન રામભાઇ મોકરીયાનો કાલે જન્‍મદિન

રાજકોટ તા. ૩૧ : ઉદ્યોગ સાહસીક મારૂતી કુરીયર સર્વીસ પ્રા.લી. ના ફાઉન્‍ડર સી.એમ.ડી. રામભાઇ મોકરીયાનો કાલે જન્‍મ દિવસ છે. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પૂર્વ પ્રદેશ કારોબારી સભ્‍ય અને બ્રહ્મસમાજના આગેવાન રામભાઇ મોકરીયા કાલે તા. ૧ ના યશસ્‍વી જીવનના ૬૨ માં વર્ષમાં પ્રવેશ કરશે.

દેશ વિદેશમાં પ્રવાસ કરી તરવરીયા યુવાનોને શરમાવે તેવી તાજગીથી સતત કાર્યરત રામભાઇ મારૂતી કુરીયર સર્વિસ પ્રા.લી.એ કુરીયર ક્ષેત્રના વિકાસની કેડીએ ૩૨ વર્ષ પૂર્ણ કરી એકમાત્ર ઇન્‍ડીયન કુરીયર કંપનીનું શ્રેય મેળવેલ છે. આ તબકકે કંપની ૨૫ સ્‍ટેટમાં ૧૯૦૦ ફુલ્લી કોમ્‍પ્‍યુટરાઇઝ ઇન્‍ટરનેટ કનેકટેડ આઉટલેટ, ૨૪×૭ કાર્યરત ૨૬ રીજીયોનલ ઓફીસ, ૫૦૦૦ થી વધુ પીનકોડમાં સર્વીસ આપી રહી છે. ટેકનોલોજીમાં શ્રી મારૂતીકુરીયર સર્વીસ ઇન્‍ડિયન કુરીયર ઇન્‍ડસ્‍ટ્રીઝમાં અગ્રેસર હોવા સાથે ગુજરાતનું નહીં પણ ભારતનું ગૌરવ બની રહી છે. અનેક એવોર્ડસ પ્રાપ્‍ત કરેલ છે. રામભાઇ મોકરીયાને તેમની બહુમુખી પ્રતિભા અને બિઝનેશ એચીવમેન્‍ટ માટે ‘ઝી બીઝનેશ' દ્વારા ૨૦૧૭ માં ‘ઝી બીઝનેશ એવોર્ડ' થી સન્‍માનીત કરાયેલ.

ઇન્‍ડિયન કસ્‍ટમર્સને ડીઝીટલ ડીલીવરી સીસ્‍ટમ પ્રોવાઇડ કરનાર સૌ પ્રથમ અને કુરીયર કંપનીએ વડાપ્રધાનના ડીઝીટલ ઇન્‍ડિયા ઇનીસીએટીવને અનુસરીને કસ્‍ટમર્સને ડીઝીટલ અન પેપર લેસ ડીલીવરી આપી વૈશ્વિક ક્રાંતિમાં પોતાનો સુર પુરાવી રહી છે. આ સીસ્‍ટમથી ડીલીવરી લેનાર કસ્‍ટમરની સાઇન મોબાઇલ સ્‍ક્રીન પર લેવામાં આવે છે. જે તે જ સેકન્‍ડે તેની માહીતી મોકલનારને મળી જાય છે. શ્રી મારૂતી કુરીયર સર્વીસ પ્રા.લી.ની ફાસ્‍ટટ્રેક સર્વીસ અને વેલ્‍યુ પ્‍લસ પ્રોડકટ ઉપરાંત નોર્મલ ડોકયુમેન્‍ટમાં પણ કંપની આ ડીઝીટલ ફેસેલીટી આપી રહી છે. પ્રધાનમંત્રીના સ્‍લોગન સ્‍કીલ ઇન્‍ડીયાને કંપનીના પ્રારંભથી જ અનુસરીને આ મીશનમાં પોતાનો સુર પુરાવેલ છે.

ઉલ્લેખનીય છે કે મારૂતી કુરીયર સર્વિસ પ્રા.લી. દ્વારા ૬૫૦૦ યુવા સ્‍ટાફ કાર્યરત છે. ઉપરાંત રામભાઇ મોકરીયાએ હોટલ, લેન્‍ડ ડેવલપમેન્‍ટમાં ડાયવર્સીફીકેશન કરેલ છે. મારૂતી ગ્રુપ ૭૫૦૦ કુટુંબોની આજીવીકા અને ઉત્‍કર્ષનો એક સ્‍તોત્ર  બની રહેલ છે. સમાજમાં રોજગારીની અછત અને બીઝનેશ માટે જુજ તકો રામભાઇ મોકરીયાએ સેંકડો અર્ધશિક્ષિત યુવાનોને યંગ ટેલેન્‍ટનું હીર પારખી તેમની સુષુપ્‍ત શક્‍તિઓને જાગૃત કરી કોઇજાતના રોકાણ કે જોખમ વગર ‘બ્રાન્‍ડેડ બીઝનેશ' ની એક સુવર્ણ તક પુરી પાડી છે.

રામભાઇ મોકરીયાન બન્ને યુવાન પુત્રો અજય મોકરીયા, જોઇન્‍ડ એમ. ડી. અને મૌલિક મોકરીયા, સી.ઇ.ઓ. પણ કુરીયર અને લોજીસ્‍ટીક ઇન્‍ડસ્‍ટ્રીઝના વૈશ્વિક પ્રવાહોથી વાકેફ છે. વ્‍યાવસાય અર્થે વિશ્વની સફર ખેડી ચુકયા છે. હાલ તેઓ બન્ને રામભાઇની રાહબરી નીચે મારૂતી કુરીયર સર્વિસ પ્રા.લી. નું સુકાન સંભાળી રહ્યા છે અને કંપનીની ગોલ્‍ડન જયુબેલી તરફની ગતિશીલતાને વેગ આપી રહ્યા છે.

પોરબંદર અને રાજકોટમાં સેવા પ્રવૃત્તિને વેગ આપવા તેઓ હંમેશા તત્‍પર રહ્યા છે. વતન પોરબંદરમાં બ્રહ્મ સમાજના ઉત્‍કર્ષ માટે શૈક્ષણિક સહાય, સમુહલગ્ન, રકતદાન, સેવા યજ્ઞ જેવા કાર્યક્રમોના આયોજન રામભાઇ કરતા રહે છે. સમાજને તેરા તુજકો અર્પણની ભાવના સાથે રામભાઇ સેવાયજ્ઞો ચલાવી રહ્યા છે. તેમના જન્‍મ દિવસે મારૂતી કુરીયર પરિવાર, દેશભરના ૨૫ સ્‍ટેટમાં વિસ્‍તરીત તેમના બ્રાંચ મેનેજર, કલાયન્‍ટસ, મિત્ર મંડળ, રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, સામાજીક સંસ્‍થાઓ અને પરિચિત વર્ગ તરફથી તેમના મો.૯૪૨૯૫ ૪૯૯૧૮ ઉપર અભિનંદનવર્ષા થશે.

(12:18 pm IST)