Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

લાઇફ કોચ અને મોટીવેશનલ ટ્રેનર પ્રો. લલિત ચંદેનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૮ : મેનેજમેન્‍ટ અધ્‍યાપક તરીકે ૨૨ વર્ષ ફરજ બજાવ્‍યા બાદ કોર્પોરેટસ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં મોટીવેશનલ ટ્રેનર તરીકે કાર્યરત પ્રો. લલિત ચંદેનો આજે જન્‍મ દિવસ છે. માત્ર ૧૫ કલાકમાં અંગ્રેજી શીખવાડવાની વૈજ્ઞાનિક પધ્‍ધતિ વિકાસાવનાર પ્રો. ચંદે ૯૦ થી વધારે રેડીયો ટોક, ટી.વી. શો કરી ચુકયા છે. સ્‍પીપા, સી.ઇ.ડી., એલ.આઇ.સી., કરાઇ તાલીમ સેન્‍ટર સહીતની સંસ્‍થાઓમાં તાલીમ આપી ચુકયા છે. વીન પ્‍લસ પ્‍લસ એકેડેમીના ડાયરેકટર પ્રો. લલિત ચંદે (મો.૯૩૨૭૬ ૨૦૮૮૪) ને ઠેરઠેરથી જન્‍મદિનની શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(5:03 pm IST)